SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રા ષિત કરી. પછી આપણે અને તપ કરશું. રાજ્ય પણ તપનુ’ જ ફળ છે. મુનિએ કહ્યું આપનું વચન તા યુક્ત છે. તમે મારા ઉપર ઉપકારની ભાવનાથી કહેા છે. પરંતુ મનુષ્ય ભવ અતિ દુલ ભ છે. વિષયે વિષ કરતાં ભયંકર છે. લક્ષ્મી ચંચળ છે તે બધું ત્યાગીને સંયમ લીધુ છે. હવે જો તેને ત્યાગ કરૂ તો નરકમાં જવુ પડે. તમે પૂર્વ ભવે અનુભવેલાં દુઃખાને યાદ કરો. જિન વચન રૂપી અમૃતરસનું પાન કરી તેમણે બતાવેલ માગે ચાલી મનુષ્યજન્મને સફળ કરો, આ સાંભળી ચક્રીએ કહ્યું કે હે ભગવન્ ! પ્રાપ્ત થએલ સુખના ત્યાગ કરી અદૃષ્ટ સુખની વાંછા કરવી તે અજ્ઞાન લક્ષણ કહેવાય માટે આવા ઉપદેશ ન કરો અને મારી મરજી મુજબ કરો. મુનિએ કહ્યું કે ભાગવેલું સંસારસુખ દુઃખદાયી નીવડે માટે હું તે તેવા સુખને ત્યાગ કરવા માગું છું. આવી રીતે મુનિએ વાર વાર કહ્યાં છતાં પણ જ્યારે ચક્રવતિ પ્રતિમાધ પામ્યા નહિ ત્યારે મુનિએ ધાયુ કે પૂર્વ ભવમાં કરેલા નિયાણાથી તેને બેધ થતા નથી એમ ધારી મુનિએ ત્યાંથી વિહાર કર્યાં અને ચારિત્ર પાળી મેક્ષે ગયા. ચક્રીએ પણ રાજ્યનાં સુખા અનુભવતાં ઘણા કાળ વિતાવ્યા. એક વખત પૂના પરિચિત બ્રાહ્મણે આવી કહ્યું કે મને તમારૂં ભાજન ખાવાની ઈચ્છા થઈ છે. ચક્રિએ કહ્યું કે મારૂ` ભેાજન ખાવા તું સમં નથી. મારૂ' ભેાજન બીજાને પચે નહિ. બ્રાહ્મણે કહ્યું કે, તારી રાજલક્ષ્મીને ધિક્કાર છે. માત્ર અન્ન તેવામાં પણ તું આવા વિચાર કરે છે ૫૧
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy