SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ * ૪૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ તેથી વિચાર્યું કે તે કદાચ જળ લેવા ગયો હશે. પછી રથને આગળને ભાગ લેહીથી ખરડાએલ જોઈવરધનું મરાયો જાણી કુમાર મૂર્છા ખાઈ રથમાંથી પડી ગયા. ડીવારે શુદ્ધિમાં -આવતાં વરધનુને યાદ કરી ફરી રડવા લાગ્યા ત્યારે રત્ન-વતીએ છાના રાખી કહ્યું કે આપણે હવે મગધ દેશને સીમાડે આવી ગયા છીએ. ત્યાં જઈને વરધનુની તપાસ કરાવીશું. કુમારે રત્નાવતીનું કહેવું માની આગળ ચાલવા માંડયું. એક ગામમાં પેસતાં કુમારને ગામધણીએ જોયા. તે પિતાના ઘેર લઈ ગયો અને સારો ઉતાર આપ્યો. ત્યાં કુમાર સુખે રહેવા લાગ્યા. એક વખતે તે ગામધણીએ કુમારને પૂછયું કે તમે દીલગીર કેમ દેખાઓ છે? તેણે કહ્યું કે મારા મિત્ર ચરની સામે લડતાં તેનું શું થયું તે ગોતવા જવું છે. ગામધણીએ કહ્યું ચિંતા કરશે નહિ. અમે જ્યાં હશે ત્યાંથી શોધી લાવીશું. ગામધણએ માણસ એકલી બધે તપાસ કરાવી પણ મળ્યો નહિ. ફક્ત કેઈને મારીને પડેલું બાણ લઈ તેઓ પાછા આવ્યા. વરધનુ મરી ગયે જાણી કુમાર શોક કરવા લાગ્યા. તેવામાં એ જ ગામમાં ચરોએ ધાડ પાડી. કુમારે બાવૃષ્ટિ કરી બધા ચેરને નસાડયા તેથી ગામધણી ને બધા લેકે બહુ હર્ષ પામ્યા. બીજે દિવસે ગામધણીની રજા લઈ કુમાર આગળ ચાલ્યા અને રાજગૃહિનગર આવ્યા.નગરની બહાર પરિવ્રાજકના આશ્રમમાં રત્નવતીને મૂકી કુમાર ગામમાં ગયા. - ત્યાં એક ધવળ ઘરમાં પ્રવેશ કરતાં બે કન્યાઓ દીઠી. તે કન્યા ઓએ કુમારને કહ્યું કે આપ જેવા પુરૂષોને અનુરકત જનને
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy