SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રી ઉત્તરાયન સૂત્ર મારા એકનાએક પુત્રને સ` ડસ્યા ને મરી ગયા છે તેથી વિલેપ કરૂ છું. આપ તેને જીવતા કરી આપશે. ચક્રીએ રાજવૈદ્યોને તેડાવી સપનું ઝેર ઉતારવા કહ્યું. રાજ્યવૈદ્યોએ ક્રિના પુત્રોનું મરણુ જાણેલુ હોવાથી તેમજ આ મૃત ખાળક ઉપર કોઈ ઈલાજ નથી એમ વિચારી કહ્યુ` કે હે રાજન ! જેના કુળમા કોઈ મયુ· ન હેાય તેના ઘરની રાખ લાવા તા આ બાળકને જીવતા કરી દઉં. ચક્રીએ તે બ્રાહ્મણને રાખ લેવા માકલ્યા. તે દરેક ઘર કરીને પાછો આવી કહેવા લાગ્યા કે હે રાજન! કોઈ ઘર એવું નથી કે જેના ઘેર મરણ થયું જ ન હોય. જે જન્મે તે અવશ્ય મૃત્યુ પામે જ. ત્યારે ચક્રીએ તે બ્રાહ્મણને કહ્યું કે હવે તમે સમજ્યા હૈ તેા પુત્રને શેક કરવા મુકી દ્યો. આત્માનુ હિત થાય તે વિચારો. બ્રાહ્મણે કહ્યું કે હું પણ એમ જાણુ` છું પણ પુત્ર વિના મને ચેન પડતું નથી માટે કોઈપણ ઉપાયે મારા પુત્રને જીવીતદાન આપી મારૂં દુ:ખ મટાડો. ચક્રીએ કહ્યું કે, ગઈ વસ્તુને શાક વા નકામા છે. કોઈ ઉપાયે તે જીવે તેમ નથી. માટે શેક કરવા મુકી દ્યો અને પરલાક સુધારા. બ્રાહ્મણે કહ્યુ કે આપે કહ્યુ' તે સત્ય છે. પરાપદેશે પાંડિત્ય' જેવું ન થાય માટે હું આપને જણાવું છું કે મારી જેમ આપના સાઠ હજાર પુત્રો કાળધમ પામ્યા છે. આ સાંભળતાં જ ચિક મૂર્છા ખાઈ સિ ંહાસન પરથી ભૂમિ પર પડી ગયા. સેવકોએ ઉપચાર કરતાં મૂર્છા વળી એટલે ચક્રી રૂદન કરવા લાગ્યા. આ પ્રમાણે વિલાપ કરતા ચક્રીને બ્રાહ્મણે કહ્યું કે હમણાં જ
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy