SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ મુહર્ત જોઈ નિકળ્યા. અનેક દેશમાં ફરતા ફરતા અષ્ટાપદ આવ્યા. સકળ સૈન્યને નીચે રાખી તેઓ બધા ઉપર ચઢયા. ત્યાં ભરત ચક્રીએ કરાવેલાં મણિસુવર્ણમય વીસ જિનપ્રતિમાઓથી અધિષ્ઠિત જિનાયતન જોયાં. જિન પ્રતિમાઓનું અભિવંદન કરી જન્દુકુમારે મંત્રીઓને પુછ્યું કે આ અત્યંત રમણીય જિનભવન કેણે કરાવેલ છે? મંત્રીઓએ કહ્યું કે આપના પૂર્વજ ભરત ચક્રીએ કરાવેલ છે. આ સાંભળી જન્દુકુમાર બોલ્યા કે આ અષ્ટાપદ જે બીજે કઈ અટાપદ છે કે જ્યાં આપણે બીજુ રૌત્ય કરાવીએ? ચારે દિશામાં શેધ કરવા માણસો મેકલ્યા. તેઓએ પાછા આવી કહ્યું કે આ પર્વત ક્યાંઈ નથી. ત્યારે જહુકુમારે કહ્યું કે જે ન હોય તે આપણે આ પર્વતની રક્ષા કરીએ કારણ કે કાળે કરી આ ક્ષેત્રમાં લેભી તથા શઠ પુરૂષો થશે. તેઓ વિનાશ કરશે. માટે નવું કરતા આ જુના તીર્થનું રક્ષણ કરવું સારું એમ વિચારી દંડરન હાથમાં લઈ સર્વે કુમારે અષ્ટાપદ ને પડખે ચારે તરફ ખેરવા લાગ્યા. દંડરત્નના પ્રભાવે એક હજાર જન ભૂમિ દાતાં નાગકુમારેના ભવન ભેદાવા લાગ્યાં. તેથી નાગકુમારે જવલનપ્રભ નાગેન્દ્ર પાસે જઈ ફરીઆદ કરવા લાગ્યા. જવલનપ્રભે અવધિજ્ઞાનને ઉપગ મુકી ક્રોધથી સગરપુત્રો પાસે આવી બેલે કે વગર વિચાર્યું આ ઉપદ્રવ કેમ કરે છે? આવા નાગેન્દ્રના વચન સાંભળી જહુકુમારે કહ્યું કે હે નાગરાજ! અમારે આ એક અપરાધ માફ કરે. અષ્ટાપદતીર્થના રક્ષણ માટે
SR No.023501
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorAkalankvijay
PublisherAkalank Granthmala
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy