SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ એ એક સામાન્ય નિયમ છે કે માણસ જેવું ગાય છે, તેવું જ ધીમે ધીમે તેનું ઘડતર થતું જાય છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને બીજા પણ સગુણપષક કાવ્યનું જે નિયમિત રીતે વારંવાર રટણ કરવામાં આવે, તેને મનપૂર્વક ભાવિત કરવામાં આવે, તે અંતરાત્મામાં છૂપાએલ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યાદિના સંસકાને પ્રગટ કરવાની સુંદર તક મળે છે. મનુષ્યનું મન એ અનેક પ્રકારના સંકપનું એક મોટામાં મોટું સંગ્રહસ્થાન છે. તેમાં શુભ ભાવે પણ છે અને અશુભ ભાવ પણ છે. દયા, દાન, પ્રેમ, કૃતજ્ઞતા, પરોપકાર, ભકિત, શ્રદ્ધા. મૈત્રી આદિ ભાવે-એ શુભ ભાવ ગણાય છે અને ક્રોધ, દ્રોહ, ઈર્ષ્યા, અસૂયા, અશ્રદ્ધા, કૃતજનતા અને કેવળ સ્વાર્થ પરાયણતાદિ અશુભ ભાવે ગણાય છે. આ શુભાશુભ ભાવે નિમિત્ત પામીને પ્રગટ થાય છે ઉત્તમ સંસ્કારપષક શુભ ભાવને પ્રગટ થવાની જે વારંવાર તક આપવામાં આવે તે સહજ ભાવે મન પોતે જ સુસંકારોના રંગથી રંગાઈ જાય છે. પછી તે વારંવારના અભ્યાસના બળથી તે સ્વભાવ જ બની જાય છે. આ રીતે પ્રયત્ન દ્વારા અનેક મહાપુરુષોએ પિતાના મનને પવિત્ર બનાવી તેની પાસેથી મહાન લાભ ઉઠાવ્યા છે. બંધ અને મોક્ષ-એ બંને મનને આધીન છે. જે મન સુધરે છે, તે વિચાર પણ સુધરે છે અને વિચારોની અસર આચરણ ઉપર પણ પડે છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy