SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ તથા એ શાસનના ઉત્પાદક શ્રી વીતરાગ ભગવાનને, પ્રણામ, અને તેમનાં ચરણકમળની ભભવ સેવા, કેટલાં અમોઘ અને મૂલ્યવાન બની જાય છે. એ સમજાવવાની ભાગ્યે જ જરૂર રહે છે. * વારિજા રવિ નિથાળ-ધંધvi વીરા ! તુર્દ સમા तहवि मम हुज्ज सेवा भवे भवे तुम्ह चलणाणं ॥३॥ હે વીતરાગ ! તારા સિદ્ધાંતમાં યદ્યપિ નિદાનબંધન (ધર્મનાં ફળરૂપે કંઈ પણ માગવું) તેને નિષેધ કર્યો છે, તે પણ પ્રત્યેક ભવમાં તારા ચરણોની સેવા મને મળજો, (એમ હું માગું છું.) ૩ ભગવાનનાં ચરણકમળની સેવા એટલે ભગવાનની ભક્તિ. ચરણની સેવા માગવામાં ભક્તિની પરાકાષ્ઠા ઈચ્છાય છે ભગવાનનાં ચરણે એ પણ જે સેવા કરવા ચગ્ય છે, તે પછી તે ભગવાનની બીજી કયી વસ્તુઓ સેવા કરવા રોગ્ય નથી રહેતી ? ભગવાનની સર્વ વસ્તુ સેવનીય અને પૂજનીય છે, એ ભાવ વ્યક્ત કરવા અને દઢ કરવા માટે વારંવાર ચરણની સેવા ઈછાય છે અને એ ઈચ્છામાં ભગવાન પ્રત્યે રહેલી ઉત્કૃષ્ટ ભક્તિ સૂચવાય છે. ભગવાનની ભક્તિ એ મુક્તિની દૂતી છે. જેને મુક્તિ હવે નિકટ છે, તેને જ ભગવાન પ્રત્યે ભક્તિ જાગે છે, જેને મુક્તિ દૂર છે તેને ભગવાનની ભક્તિની વાત પણ ગમતી નથી, ભગવાનની ભક્તિ એ વાસ્તવિક મુક્તિની જ ભક્તિ છે. ભક્તિ અને મુક્તિને પરસ્પર સાધ્ય-સાધક ભાવ સંબંધ ૨૦
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy