SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ હે જિનેશ્વર ! તું જ એક મને શરણ છે. તારા સિવાય બીજું કોઈ મારે શરણ છે નહિ. માટે દયાભાવથી મારું રક્ષણ કર ! મારું રક્ષણ કર ! (૭) दर्शनेन जिनेन्द्राणां, साधूनां वन्दनेन च । ન ઉતzત વિરું પાપં, છિદ્રતે થોમ્ ૧ ૮ એ. શ્રી જિનેશ્વર પરમાત્માનું દર્શન કરવાથી તથા સાધુ પુરુષોને વન્દન કરવાથી છિદ્રવાળા હસ્તમાં જેમ પાણી ટકતું નથી, તેમ લાંબા કાળ સુધી આત્મામાં પાપ ટકી શકતુ નથી (૮) दर्शनात् दुरितध्वंसी, वन्दनाद् वांछितप्रदः । पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः ॥ ९॥ શ્રી જિનેશ્વર ભગવાનનું દર્શન પાપને નાશ કરે છે, શ્રી જિનેશ્વરોનું વંદન વાંછિત આપનારું થાય છે અને તેમનું પૂજન બાહ્ય અત્યંતર ઉભય પ્રકારની લક્ષમીને પૂરનાર બને છે. ખરેખર શ્રી જિનેશ્વર દેવ એ સાક્ષાત્ કટપદ્રમ-કલ્પવૃક્ષ છે. (૯) धूपो निहन्ति पापानि दीपो मृत्युविनाशनः । नैवेद्यर्विपुलं राज्य, प्रदक्षिणा शिवप्रदा ।। १० ॥ શ્રી જિનેશ્વરને ધૂપ કરવાથી પાપ નાશ પામે છે, દીપ કરવાથી મૃત્યુ નાશ પામે છે, નૈવેદ્ય પૂજા વડે વિપુલ એવું રાજ્ય મળે છે અને પ્રદક્ષિણા એ મોક્ષને આપવાવાળી થાય છે. (૧૦)
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy