SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ સો વર્ષ ઉપવાસ પુણ્ય, પ્રદક્ષિણા દેતાં; સહસ વર્ષ ઉપવાસ પુણ્ય, જિન નજરે જોતાં. ૭ ભાવે જિનવર જુહારીએ, ફલ હવે અનંત, તેથી લહીએ સો ગણું, જે પૂજે ભગવંત. ૮ ફલ ઘણું ફૂલની માલ, પ્રભુકાઠે ઠવતાં; પાર ન આવે ગીત નાદ, કેરાં ફલ થતાં. ૯ નિરમલ તન મને કરી, ઘુણતાં ઈન્દ્ર જગીશ; નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશ. ૧૦ જિનવર ભક્તિ વલી એ, પ્રેમે પ્રકાશી, નિસુણી શ્રી ગુરુવયણ સાર, પૂર્વ ઋષિ ભાષી. ૧૧ અષ્ટ કર્મને ટાલવા, જિનમંદિર જઈશું; ભેટી ચરણ ભગવંતના, હવે નિરમલ થઈશું. ૧૨ કીર્તિવિજય ઉવઝાયને, વિનય કહે કરજોડ; સફલ હાજે મુજ વિનતિ, જિન સેવાનું કોડ. ૧૩ ઉપરોક્ત ચૈત્યવન્દનમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ શ્રી જિનેશ્વરદેવ અને તેમના ચૈત્ય આદિનાં દર્શન. રતવન, પૂજન, આદિની ભક્તિનું ફળ, પૂર્વ મહર્ષિઓએ જે રીતે પ્રકાણ્યું છે, તે રીતે વર્ણવી બતાવ્યું છે. એ જ વાતને પૂર્વાચાર્ય મહર્ષિઓ નીચેના શબ્દોમાં સમર્થન કરે છે. संपत्तो जिणभवणे, पावइ छम्मासिकं फलं पुरिसो। संवच्छरिअं तु फलं, दारदेसडिओ लहइ ॥ १ ॥
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy