SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ગિઓને પણ અગમ્ય તથા અધ્યાત્મવેત્તાઓને પણ અગચર હોય છે, તે પણ બાળજના હિતને માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ તેને સૌ કઈ સમજી શકે તેવી ભાષામાં સરળ રીતે સમજાવવા ઓછો પ્રયાસ નથી કર્યો અને એના આધા. રેજ આજે શ્રી સંઘમાં યત્કિંચિત્ આરાધના થઈ રહી છે. શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ એ આ વિષમય દુનિયામાં અમૃતનો કુંડ છે. એમાં સ્નાન કરનાર આત્માપાપપંકથી પાવન થયા સિવાય રહેતું નથી. શ્રી અરિહંત પરમાત્માની ભક્તિરૂપી અમૃતના કુંડમાં નિરંતર સ્નાન કરવા માટે શાસ્ત્રકારોએ અનેક પ્રકારના માર્ગો બતાવ્યા છે. તાવિક દષ્ટિએ જોઈએ તે જ્યાં જ્યાં અને જે જે પ્રકારે શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે, તે વિવિધ પ્રકારનું તમામ આજ્ઞા પાલન શ્રી અરિહંત પરમાત્માની ભકિતના જ પ્રકારરૂપે છે અને તેથી પરમાત્મા પ્રત્યેની અનન્ય શ્રદ્ધા, વિનય, વૈયાવચ્ચ, સદ્દભાવ, સેવા, સમર્પણ, વંદન, પૂજન, સત્કાર-સન્માન, પ્રણામ, પ્રશંસા, પ્રાર્થના, પ્રદ, પ્રણિધાન, સ્મરણ, સ્તવન, કીર્તન, કથા, ઉત્સવ, ઉપાસના, આદર, આરાધના, ઉત્સાહ, એકાગ્રતા, જપ, જાત્રા, શાસન પ્રેમ, જીવનની પવિત્રતા, શરણાગતિ, વાત્સલ્ય અને રોગ વગેરે એક અપેક્ષાએ આ બધા શ્રી અરિહંત પરમાત્માની ભક્તિના જ પ્રકારે છે. શ્રી જિનશાસનના તમામ સિદ્ધાંત ઘણા વિશાળ, ગંભીર અને સ્યાદવાદ દષ્ટિએ અનેક અપેક્ષાઓથી ભરપુર હોય છે. તેથી શ્રી અરિહંત પરમાત્માની ભક્તિનું વરૂપ પણુ ઘણું વ્યાપક અને અનેક અપેક્ષાઓથી ભરપુર પણ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy