SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તેમ સ્વાધ્યાયવિહણે યતિ-સંયમી પણ સંયમજીવનને બદતર બનાવી દે છે અને પતનના પંથે પરવરે છે. ઈન્દ્રિયના ચંચલ તુરંગેની લગામ, મનમર્કટને વેચ્છાનુકૂળ વર્તાવવાની શંખલા, વચનબળને નિરવા અને પુણ્ય રૂપ સિદ્ધ બનાવવાનું યંત્ર તથા કાયાની કંપનીને ભરચક નફે મેળવવાની સુંદર સીઝન જે કઈ હય, તે શાસ્ત્રકારે સ્વાધ્યાયને જ ઉત્તમ અને અનુપમ ઉપાય રૂપે દર્શાવે છે. મનને કાંઈને કાંઈ મનન જોઈએ છે. પછી ભલે એને દુર્ભાવનાનું મેદાન મળે કે સુભાવનાનું સુરસ્કૂમ મળે. મન દુર્ભાવનાને દુન્ત દાવાનળમાં જગ્ધ બને, એટલે એની આજ્ઞાવત પાંચેય ઈન્દ્રિયે કૂદાકૂદ કરી મૂકે છે. વાસનાના વિરાટ વનમાં પાંચેય ઈન્દ્રિયે છૂટી થયા પછી તેવીશ વિષયના 'વિવરમાં તે વિલક્ષ્યા કરે છે. આ તેફાન એવું જામે છે કે-તેને કાબુ તે દૂર રહ્યો, પણ તેનાથી જીવ હેરાનપરેશાન થઈને “પત્તિ નરવેડશુઅથવા નરકની અશુચિમાં જીવ બીચારે સીધે ગબડી જ પડે છે. ' આ જીવાત્માને જે ઊર્ધ્વીકરણ કરવું હેય, મનને સ્વવશ રાખવું હોય અને પાંચેય ઈન્દ્રિયથી પેદા થતી વાસનાને બાળીને ખાખ બનાવવી હોય તે પ્રતિદિન મનને સ્વાધ્યાય સુધાના પાનથી તરબતર-તરબોળ રાખવું એ જ ઉચિત છે. શાસ્ત્રોમાં પૂર્વમડર્ષિઓના આયુષ્ય કેડે વર્ષોનાં દર્શાવ્યા છે. રાજા-મહારાજાઓ રાજ્યને તૃણની જેમ અસાર સમજીને ત્યાગ કરતા હતા, ધનાઢયો અઢળક
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy