SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગદેવનું જ્ઞાન જે કોઈ પણ આગમમાં ગુંથેલું હોય, તે સર્વ સ્વાધ્યાય યોગ્ય જ છે. તે જ્ઞાનનું ચિંત્વન અને પરિશીલન આત્માને રિ-સ્વભાવી બનાવે જ છે. આત્માનું સાચું દર્શન કરાવવાને એ સમર્થ જ હોય છે. સર્વ જીવોને સરલતાથી સ્વાધ્યાય યોગ્ય અને રસભરપૂર તેમજ વૈરાગ્ય, અધ્યાત્મ તથા ત્યાગથી તરબોળ વર્તમાનકાળમાં “શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર”ઘણું જ પ્રચલિત અને પ્રસિદ્ધ છે. શ્રી વીર ભગવંતના પવિત્ર શાસનમાં નવદીક્ષિત સંયમીને જીવનની સ્થિરતા, દૃઢતા તથા રસમયતા અર્થે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર જ પ્રથમ ભણાવવામાં આવતું હતું. સૂત્રાધ્યયનના નિમિત્તને મેળવીને ભવ્યાત્માઓ અણીશુદ્ધ ચારિત્રનું પાલન કરી સ્વશુદ્ધિ મેળવતા હતા. શ્રી વીર પ્રભુની અંતિમ વાણી રૂપ આ છત્રીશ અધ્યયનોથી શોભિત શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અનેકોને સ્વાધ્યાયથી ઉપકારજનક બની રહ્યું છે. પ્રત્યેક અધ્યયનોમાં આધ્યાત્મિક જીવનની રસધારા સમા રસિક બોલોત્પાદક અનેક વિષયોનું વિશદ વિવેચન છે. મૂલ પ્રાકૃત ભાષામાં સંકલિત છે. અને એ સૂત્ર ઉપર અનેક મહાપુરુષોની વિક્રદૂભોગ્ય અનેક ટીકાઓ રચાયેલી છે. તેમાં વાદિવેતાલ પૂ. શ્રી શાંતિસૂરિજી મહારાજની ટીકા તો સર્વશ્રેષ્ઠ સર્વદર્શનોના જ્ઞાનની સાથે જૈનદર્શનનું દઢીકરણ કરવા માટે અમોઘ શસ્ત્ર જેવી છે. આમતો આ ગ્રંથ કથાનુયોગમાં પ્રવિષ્ટ છે. પરન્તુ અનેક રસભર્યા વિષયોની વાણી તે પીરસી જાય છે. એ તો એના અધ્યયનશીલોને વિદિત જ છે. “ઝાય સમો તવો નત્નિ” શ્રી જૈનશાસનમાં સ્વાધ્યાયને તપ કહ્યો છે. સ્વાધ્યાય સમાન અન્ય તપ નથી. તેમાં શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનો સ્વાધ્યાય સર્વમુખ્ય છે. તપ્ત થયેલા પ્રાણીગણને આ સ્વાધ્યાય શીતલ ચંદન જેવો અનુપમ છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને સાગરોપમોનો કાળ તત્ત્વદ્રવ્યાનુયોગના સ્વાધ્યાયમાં વ્યતીત થાય છે. એ દેવનું સુખ પણ સર્વદેવાધિકતમ કહેલું છે. એનું કારણ સ્વાધ્યાય-રસાનંદનું જ છે. આ ગ્રંથને વર્તમાનમાંય આત્માર્થી અને ખપી સાધુ-સાધ્વી મહારાજો જીવનસાથી જેવો
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy