SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ માનવજન્મ મેળવ્યો અને સાથે સાથે જન્મ પણ જૈનધર્મીના ઘરમાં પુણ્યપ્રભાવે થયો. વળી શ્રી જિનશાસનની ઓળખ થઇ, તેમજ તે પ્રત્યે અવિચલ શ્રદ્ધા જન્મી અને પાપસ્થાનકોનો પરિત્યાગ કરીને વ્રતધારી બનવાની સુભાવના-લતા વિકસી. વ્રતઃગ્રહણ કર્યા પછી સંયમી જીવોને પુષ્ટ કરવાનું, સંયમી જીવનને સાર્થક બનાવવાનું અને સંયમીજીવનની ઉચ્ચ કક્ષાએ પહોંચવાનું રસાયણ કહો કે પ્રબલ અવલંબન કહો તો તે સ્વાધ્યાય જ છે. માનવોને જીવવા માટે જેમ પાણી, પ્રકાશ અને પવનની આવશ્યકતા રહે છે. તેમ સંસારત્યાગી સંયમધરોને સંયમજીવનને જીવંત અને મનને ઉજ્જવલ રાખવા માટે આહાર કહો કે જડીબુટ્ટી કહો, તો તે આત્મકલ્યાણ સાધનારા શ્રી વીતરાગદેવની વાણીથી ઓતપ્રોત સુશાસ્ત્રોનો સ્વાધ્યાય જ આધાર છે. એક ઉક્તિ છે કે-“ સ્વાધ્યાયીનો યતિ: '' જેમ વસ્ત્ર વગરનો માનવ નગ્નાટી જેવો કહેવાય છે. તેમ સ્વાધ્યયવિહુણો યતિ-સંયમી પણ સંયમજીવનને બદતર બનાવી દે છે, પતનના પંથે પરવરે છે. ઇન્દ્રિયોના ચંચલ તુરંગોના લગામ, મનમર્કટને સ્વેચ્છાનું ફૂલ વર્તાવવાની શ્રૃંખલા, વચનબળને નિરવદ્ય અને પુણ્યરૂપ સિદ્ધ બનાવવાનું યંત્ર અને કાયાની કંપનીનો ભરચક નફો મેળવવાની સુંદર સીઝન જો કોઇ હોય, તો શાસ્ત્રકારો સ્વાધ્યાયને જ ઉત્તમ અને અનુપમ ઉપાય રૂપે દર્શાવે છે. મનને કાંઇ ને કાંઇ મનન જોઇએ છીએ. પછી ભલે એને દુર્ભાવનાનું મેદાન મળે કે સુભાવનાનું સુરધ્રુમ મળે કે મન દુર્ભાવનાના દુર્દાત દાવાનલમાં દગ્ધ બને, એટલે એની આજ્ઞાવર્તી પાંચેય ઇન્દ્રિયો કૂદાકૂદ કરી મૂકે છે. વાસનાના વિરાટ વનમાં પાંચેય ઇન્દ્રિયો છુટી થયા પછી ત્રેવીશ વિષયોના વિવરોમાં તે વિલસ્યા કરે છે. આ તો તોફાન એવું જામે છે કે-તેનો કાબુ તો દૂર રહ્યો, પણ તેનાથી જીવ હેરાન-પરેશાન થઇને “ પતિ નરòડજુવો '' અથવા નરકની અશુચિમાં જીવ બીચારો સીધો ગબડી જ પડે છે. આ જીવાત્માને જો ઉર્વીકરણ કરવું હોય, મનને સ્વવશ રાખવું
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy