________________
તેથી તેના આત્માના કલ્યાણાર્થે શ્રી શય્યભવ સ્વામીએ પૂર્વ શ્રુતમાંથી સંક્ષિપ્ત રૂપે આ દશવૈકાલિક સત્રની રચના કરી અને તેના અધ્યયનથી કનકે સમાધિપૂર્વક છ માસ પૂર્ણ થતાં કાળ કર્યો.
ભગવાન મહાવીરના નિર્વાણ પશ્ચાત ૭૫ થી ૯૮ વર્ષના ગાળામાં આ સૂત્રની રચના થઈ છે, કારણ કે યંભવ સ્વામી ભગવાન મહાવીર પછી ૯૮ વર્ષે કાળધર્મ પામ્યા હતા.
શાસ્ત્રના ઊંડા અભ્યાસી શ્રીમાન ઠાકરસીભાઇએ આ સૂત્રને સુંદર, સરળ અનુવાદ કરીને સ્વ-પર કલ્યાણનું મહાન કાર્ય કર્યું છે. ચતુર્વિધ સંઘને આ સૂત્ર અત્યંત ઉપયોગી થશે એમાં શંકા નથી. પૂ. સાધુજી અને સાધ્વીજી આનો ખૂબ લાભ લે એવી વિનમ્ર વિનંતી છે.