________________
તેઓના પિતાશ્રીની એક ને એક વાણી સાંભળીને તેમના મનમાં આઘાત થયો અને દીક્ષા લેવા માટેનો તેમણે બીજે રસ્તો શોધી કાઢયો.
શ્રી લાલચંદજી મહારાજ અને તેમના શિષ્યોને પરિચય મુંબઈમાં થયેલ હતો અને ત્યાર બાદ કોઈ કોઈ વખત પત્રવહેવાર પણ થતો હતો. છેલ્લાં પત્રથી તેમણે જાણેલ હતું કે પૂ. શ્રી લાલચંદજી મહારાજ પૂ. આચાર્ય શ્રી સમથકમલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનાભ્યાસ અર્થે ખીચન ગયા છે. પોતાને પિતાશ્રીની આજ્ઞા (દીક્ષા ભાટે) મળે તેમ નથી અને દીક્ષા તો લેવી જ છે. આજ્ઞા વિના કોઈ સાધુ મુનિરાજ દીક્ષા આપશે નહિ અને સ્વયમેવ દીક્ષા સૌરાષ્ટ્રમાં લઈને શ્રી પુરુષોતમજી મહારાજ પાસે જવામાં ઘણું વિદન થાશે, એમ ધારીને તેઓએ દૂર રાજસ્થાનમાં ચાલ્યા જવાનું નક્કી કર્યું.
તા. ૨૪-૫-૧૭ સાં, ૨૦૧૩ ના વૈશાખ વદ શુક્રવારના રોજ સાંજને માતુશ્રી સાથે છેલ્લું જમણ કર્યું, ભોજન કરી માતુશ્રી સામાયિકમાં બેસી ગયાં તે વખતે કોઈને જાણ કર્યા વગર દીક્ષાનાં વિનોમાંથી બચવા માટે ઘર, કુટુંબ, સૌરાષ્ટ્ર ભૂમિ અને ગાંડલ સંપ્રદાયને ત્યાગ કરી તેઓ ખીચન તરફ રવાના થયા.
શ્રી વિનોદમનિના નિવેદન પરથી માલુમ પડયું કે તા. ૨૪-૫પ૭ ના રોજ રાત્રે આઠ વાગ્યે ઘેરથી નીકળી રાજકોટ જંકશને જોધપુરની ટિકિટ લીધી. તા. ૨૫-૫-'૧૭ ના રોજ સવારે ૮ વાગે મહેસાણું પહોંચ્યા ત્યાં અઢી કલાક ગાડી પડી રહે છે, તે દરમ્યાન ગામમાં જઈને લોન્ચ કરવા માટેના વાળ રાખીને બાકીના કઢાવી નાખ્યા અને ગાડીમાં બેસી ગયા. મારવાડ જંકશન તથા જોધપુર જંકશન થઈને તા. ૨૬-૫–૫૭ની સવારે ૪ વાગ્યે ફલેદી પહોંચ્યા. ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં પહોંચ્યા અને ઉપાશ્રયમાં બિરાજતા મુનિવરનાં દર્શન કર્યા. વંદણા નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યા અને પોતાનાં સામાયિકનાં કપડાં પહેર્યા અને પછી પૂજ્ય શ્રી સંતની સન્મુખ સામાયિક કરવા બેઠા. તેમાં “જાવ નિયમ પજુવાસામિ દુવિ તિવિહેણું”ના બદલે “જાવ પજજુવાસામિ તિવિહા તિવિહેણું” બેલ્યા. તે શ્રી લાલચંદજી મહારાજે સાંભળ્યું