SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ હેમચંદ્રાચાર્યે આપી છે. સૂત્રાત્મક ભાષામાં થતી ગ્રંથ રચના જ્યારે ટીકા, વ્યાખ્યા, ઉદાહરણ ઈત્યાદિ દ્વારા સમજુતિના જગતમાં આવે છે ત્યારે અલૌકિક વિશ્વ સર્જાય છે. તેમ છતાં આ તે છંદની દુનિયામાં પાશેરામાં હજી પહેલી પૂણી છે. - છેદનુશાસનને ત્રીજો અધ્યાય અર્ધસમવૃત્તની ચર્ચાથી શરૂ થયે છે. અર્ધસમ એટલે પદ્યના ચાર ચરણેમાંથી પ્રથમ અને તૃતીય તથા બીજે અને એથે એમ બે ખંડ બને છે. જે પારિભાષિક રૂપે એજ પદ અને યુફપદ તરીકે જાણીતા છે. જે એજપદ વિષમ પદ અને યુકને સમપદ તરીકે ગણવામાં આવે છે. આવું સૂત્ર છે. હવે પછીના દ–વિવરણમાં બને ચરણમાં અલગ અલગ બંધારણ આવશે. તે ઉપરાંત છંદના અક્ષર વિન્યાસ મુજબ યતિ સ્થાન બદલાતું જશે. કેઈક વાર બે વખત યતિને પ્રાગ કરવામાં આવશે. તેને કારણે છંદ ગાનમાં રમ્યતા અને એક લયતાને અનુભવ થાય છે. પ્રત્યેક છંદ વિશેષ લય અને તાલથી રજુ કરી શકાય છે. સૂત્રની શૈલીએ જોઈએ તે પ્રથમ એજપદ અને પછી સુકાદ એમ ગોઠવણ તેમજ ત્રિક અને લઘુ-ગુરુની ગોઠવણું મળશે. જેમ કે સિત નમન્ના રિણાહુતા (રૂ. ૨) એટલે કે આ હરિણપ્યતા છંદના એજ પદમાં સિલગા અર્થાત્ ત્રણવખત સ ગણ અને એક એક લઘુ અને ગુરુ, પ્રતીકની ભાષામાં ૦ ૦ -, -----, અક્ષરનાં પ્રતીક રૂપ લલગાલલગાલલગા લગા આવશે. તેમજ ચુકાદામાં નબ્રબ્રા અર્થાત્ નગણ, ભગણ, રગણુ, અને ભગણ એટલે પૃથક્કરણમાં - - - - - - - - - - - -, એમ બાર અક્ષર આવશે. આમ જપાદમાં ૧૧ અને યુગપદમાં ૧૨ અક્ષરથી હરિણસ્તુત છંદ થાય. હવે છંદ વિસ્તારની પ્રક્રિયા શરૂ થાય છે. આ છંદના ઉત્તરપદમાં ફેરફાર થતાં ઉપચિત્ર છંદ બને છે. એક જ લઘુ ગુરુમાં ફેરવાઈ જાય તે નવો છંદ વેગવતી બને. આચાર્ય લખે છે ને Rાવતી (રૂ. ૪) એટલે કે અગાઉના છંદના બંધારણમાં ઉપચિત્ર છદનું પૂર્વપદમાં આવતે એક લઘુ ગુરુમાં ફેરવાઈ જાય–સૂત્રની
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy