SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ છંદનુશાસનના પ્રથમ અધ્યાયમાં ફક્ત ૧૭ સૂત્રો છે. તેમાં ગ્રંથકારનું પ્રયોજન, નમસકાર વિધિ ઉપરાંત આ શાસ્ત્ર માટેની પરિભાષાઓ અને મૂળભૂત આવશ્યક માહિતી આપવામાં આવી છે. આ પરિભાષા અંગે અગાઉ સમજૂતિ આપવામાં આવી છે. વધુમાં દરેક સૂત્ર પર પોતાની પત્તવૃત્તિમાં આ સૂત્રને સંપૂર્ણ રીતે સમજાવવામાં આવ્યા છે. ગુરુ, લઘુ, વર્ણ, માત્રા ઈત્યાદિના નિરૂપણ પછી છંદશાસ્ત્રમાં વારંવાર ઉપયેગી બનનારા દ્રિકલથી ષટ્રકલ માત્રાબંધ સમજાવે છે. તેના ઉપભેદ અને વિસ્તરણ પદ્ધતિની ચર્ચા કરવામાં આવી છે. જેમકે સ્વરના કમને આધારે ..જુ એમ લખે ત્યારે ઉકાર પાંચમા ક્રમને સ્વર છે માટે “ગ” પાંચ વખત એમ સમજી લેવું. અનુસ્વાર, વિસર્ગ જિહામૂલીય અને ઉપધ્યમાનીય વર્ણના છંદશાસ્ત્રમાં સ્થાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ચરણ અને પાદનો અર્થ સમજાવી સમપાદ, અર્ધસમપાદ અને વિષમપાદ કેને કહેવાય તે જણાવ્યું છે. કાવ્ય અને છંદમાં યતિ તેના અવર નામે અને તેના મહત્ત્વની ચર્ચા કરવામાં આવી છે. આગામી પેઢીના કઈ અજ્ઞાત પણ પ્રતિભાસંપન્ન કવિને ૫૭ માત્રાની યતિ રહિત આર્યા છંદ પ્રયોગ કરે છેય તે તેને માટે માર્ગ પણ દર્શાવ્યો છે. આમ છંદોનુશાસનને પ્રથમ અધ્યાય સમસ્ત છંદશાસ્ત્રના પુરાવાચન સમાન છે. પ્રથમ અધ્યાયમાં પરિભાષાઓનું વિસ્તૃત સરલીકરણ કરવામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્યને આ સફળ પ્રયોગને કારણે છંદશાસ્ત્રને અભ્યાસ સુગમ બને છે તથા અભ્યાસી જિજ્ઞાસુઓ રસપૂર્વક છ દશાસ્ત્રમાં પ્રવેશ પામે છે. આ ગ્રંથમાં અન્ય વિચારકોના મત પણ જણાવવામાં આવ્યા છે. છંદનુશાસનમાં બીજા અધ્યાયમાં આચાર્ય હેમચંદ્રસૂરિજી ૪૦૧ સૂત્રને ઉપગ કરે છે. પ્રથમ સૂત્રમાં સૂત્રશૈલીને અનુરૂપ છે એમ કહીને હવે ગ્રંથના અંત સુધી કેવળી છંદની ચર્ચા કરવાની છે તેવી પ્રતિજ્ઞા દર્શાવે છે. આ અધ્યાયમાં એક જ અક્ષરની કવિતાથી ૨૬ અક્ષર સુધીના જાતિછંદોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy