SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પૂર્વાચાર્યો અને જ્ઞાત-અજ્ઞાત છંદશાસ્ત્રકારે, યાસ્ક અને પિંગલ મુનિથી આરંભાયેલી છંદશાસ્ત્રની આ ભવ્ય પરિપાટી અને યાત્રા આધુનિક ભારતીય ભાષામાં પ્રવાહીત અને પ્રસારીત રહી છે. પ્રત્યેક યુગે શાસ્ત્રકારોએ પ્રસિદ્ધ, ઉપયોગી અને લુપ્ત થતાં છંદોને ઉલેખ કર્યો છે. સમયાવધિ પ્રમાણે છંદોના નામ પણ બદલાતા ગયા, જન સમાજમાં ભાષાપ્રયેાગ બદલાતા પ્રાકૃત અને પછી અપભ્રંશ ભાષામાં અવનવા ઈદના પ્રયે ગે શરૂ થયા અને અનુકાલિન છંદશાસ્ત્રના જ્ઞાતાઓએ તેના પ્રયોગને વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરવા માટે સફળ અને સરસ પ્રયત્ન કર્યા છે. તેમણે અનુષ્યપ, આર્યા, ઉપજાતિ અને ગીતિમાં થતાં ફેરફારોને તેના ઉપભેદ તરીકે નિરૂપ્યા છે. છંદશાસ્ત્રના ઈતિહાસમાં પ્રાચીનેમાં અનુટુપ અને આર્યા તેમજ મધ્યકાલિન યુગમાં ગીતિ અને પ્રાકૃત છંદોનું વૈવિધ્ય છંદની સબળ શક્તિ અને રૂપાંતરીત થવાની પ્રયોગશીલતાનો અનુભવ કરાવે છે. કાવ્યભાવપ્રધાન અને ઊર્મિપ્રધાન હોય છે. તેમાં અલંકારનું સુયોગ્ય આયોજન કાવ્યને શણગારે છે. શબ્દો અવનવા ચિત્રાંકન કરીને તેને મનહર કરે છે. તેમ છતાં છંદનું મહત્વ અને મૂલ્ય ઓછું આંકી શકાય તેમ નથી. વિષમચવણોટના લેખક અનંતાર્યના શબ્દમાં કાવ્યમાં છંદની અપરિહાર્ય અગત્યતા જોઈ લઈએ. सदसद्वर्ण विवेकं गुणभेदश्च विज्ञाय । कुर्यात् काव्यस्यादौ सद्वणे सदगणं धीमान् ॥ यद्येत्तानपरिज्ञाय मोहात्काव्यं करोतिः यः । केतकारूढ कपिवद् भवेत्कण्टक पीडितः ॥ [ગ્યાયોગ્ય વર્ણો અંગે વિવેક અને ગુણભેદનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરીને પ્રાશ સર્જકે કાવ્યમાં આરંભથી ગ્યવર્ણ, ગ્ય ગણ છંદને વિનિયોગ કરવો જોઈએ. તે બધાના પરિપૂર્ણ જ્ઞાન વિના જે હવશ થઈને કાવ્ય કરે છે, તેમની દશા કેવડા પર ચઢીને કાંટાની પીડા પામતા વાનરના જેવી થાય છે.] “પરબ” એકટ, ૧૯૮૮.
SR No.023484
Book TitleChandonushasanam
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1988
Total Pages260
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy