SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ: મંત્ર “બીજામાં સ્વર્ગ છે એમ માનવાથી, “બીજામાં નર્ક છે' એવો અનુભવ થાય છે. હું બીજા કોઈને ન ચાહે, તો બીજામાંથી દુઃખ મળવાનો સંભવ નથી. આપણી અપેક્ષાઓ જ દુઃખ બને છે. અપેક્ષા ભ્રમ છે (expectation is illusion) અપેક્ષાઓનો ભ્રમ તૂટે ત્યારે વિપરીત સમજાય છે. મહાવીરને જો બરાબર સમજીએ તો સાર્થને કહેવું પડશે કે બીજું કોઈ નર્ક નથી,' પરંતુ તમે બીજાને સ્વર્ગ માન્યું માટે એ નર્ક છે, એમ કહેવું પડ્યું. પરંતુ તમે સ્વયં સ્વર્ગ છો. સ્વયંને સ્વર્ગમાનવાની જરૂર નથી, સ્વયંનું સ્વર્ગ હોવું એ એનો સ્વભાવ છે. બીજાને સ્વર્ગમાની લેવાથી, બીજાનો નર્ક હોવાનો અનુભવ લેવો પડે છે. એ આપણો જ ભાવ છે. કોઈ રેતીમાંથી તેલ કાઢવા પ્રયત્ન કરે તેમાં રેતીનો કાંઈ વાંક નથી. કોઈ દીવાલને દરવાજે સમજી એમાંથી નીકળવાની કોશિશ કરે તો તેમાં દીવાલનો કાંઈ વાંક નથી. દીવાલદરવાજો સિદ્ધ ન થાય અને તમારું માથું ફૂટે અને તમે લોહીલુહાણ થઈ જાય, તો શું તમે દીવાલને ગાળ આપશો? સાત્ર એવું જ કહે છે કે બીજું નર્ક છે. એમાં બીજા પ્રત્યે દુભાવું, નિન્દા અને ક્રોધ છુપાયાં છે. એટલે મહાવીરનું વચન અત્યંત વિધાયક છે. મહાવીર કહે છે કે ધર્મ મંગળ છે, સ્વભાવમંગળ છે, સ્વયંમાં રહેવું તે મોક્ષ છે. સ્વયંમાં રહેવુતે મોક્ષ છે એ માનવાની જરૂર નથી. માનવું એટલે પડે છે કે એ સત્યહોતું નથી. સ્વયંને સત્યકે સ્વયંને ધર્મ કે સ્વયંને આનંદ માનવાની જરૂર નથી, સ્વયં આનંદ છે જ. પરંતુ આપણી દ્રષ્ટિ હંમેશાં બીજા પર બંધાયેલી છે, એટલે સ્વયં ક્યાં છે તેની ખબર પડતી નથી. આપણું જેના પર ધ્યાન હોય તે જ આપણને દેખાય છે. ધ્યાનની ધારા, ધ્યાનનો પ્રકાશ જ્યાં પડે છે, તેઆપણી દષ્ટિ સમક્ષ પ્રગટ થાય છે. બીજા પાછળ આપણે દોડીએ છીએ, આપણું ધ્યાન ટેકવીએ છીએ ત્યારે નર્ક પ્રગટ થાય છે. સ્વયં પર ધ્યાનનો પ્રકાશ પડે ત્યારે સ્વર્ગ પ્રગટ થાય છે. બીજામાં સ્વર્ગ માનીએ છીએ, એટલે જ એક દિવસ ભ્રમતૂટે છે. ભ્રમને ક્યાં સુધી ખેંચી શકાય ? બુદ્ધિમાનનો ભ્રમ ક્ષણભરમાં તૂટે છે, જ્યારે બુદ્ધિહીનનો ભ્રમ તૂટતાં લાંબો સમય લાગે છે. વળી આપણો એક ભ્રમ તૂટે છે તો તાત્કાલિક કોઈ બીજો ભ્રમ પકડવાની કોશિશમાં આપણે લાગી જઈએ છીએ. એક ભ્રમ તૂટે એનો અર્થ એવો નથી કે હવે કોઈ બીજા ભ્રમમાંથી સ્વર્ગમળશે. આવા ભ્રમ જન્મો સુધી ફરી ફરી થયા જ કરે છે. ધ્યાનની ધારા જ્યારે બીજા પરથી હટી, સ્વયં પર પડે ત્યારે સ્વયંમાં મોક્ષ છે એ સત્ય સમજાય છે. જ્યાં જ્યાં અમંગળદેખાય, ત્યાંથી વિપરીત દિશામાં ધ્યાનને લઈ જવાથીધર્મમંગળ છે એ વાત સમજાય છે. જો ધનમાં, મિત્રમાં, પતિપત્નીમાં, બહારની દુનિયામાં સ્વર્ગન દેખાય, તો કોઈ બીજી ચીજમાં સ્વર્ગ ખોળવાન લાગી જશો. આ પત્નીમાં સ્વર્ગન મળ્યું તો કોઈ બીજી પત્નીમાં મળશે. એમ ન માનશો. આ મકાનમાં સ્વર્ગ અનુભવાતું નથી તો બીજા મકાનમાં સ્વર્ગ મળશે એમ ન માનશો. એક વસ્ત્રમાં આનંદન મળે તો બીજા વસ્ત્રમાં મળશે એમ ન માનશો. આ પદ પર આનંદ નથી મળતો તો બીજાં વધુ પગથિયાં ચડવાથી મળશે એમ ન
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy