SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ્ મંત્ર નથી. બધું સમાપ્ત થઈ ગયું. જ્યા માત્ર શુદ્ધ અસ્તિત્વ(pure existence) બચ્યું છે, બ્રહ્મમાત્ર, હોવાપણું રહ્યું છે તેનું નામ “અરિત”. એક અદ્ભુત વાત એ છે કે “નમો અરિહંતાણં મંત્રમાં કોઈ વ્યક્તિનું નામ નથી. મહાવીર, પાર્શ્વનાથ કે કોઈ બીજા તીર્થકરનું નામ નથી-જૈન પરંપરાનું કોઈ નામ નથી. કારણકે જૈન પરંપરા એ સ્વીકારે છે કે “અરિહંત માત્ર જૈન પરંપરામાં જ નથી થયા, બીજી પરંપરાઓમાં પણ અરિહંત થયા છે. તો આ નમોકાર કોઈ ખાસ અરિહંતને નહીં, બધા અરિહંતોને છે. આ એક વિરાટનમસ્કાર છે, વિશ્વના બીજા કોઈ ધર્મમાં, આવો સર્વાગીણ, આવો સર્વસ્પર્શ મહામંત્ર વિકસિત થયો નથી. એનો જાણે કોઈ વ્યક્તિ કેન્દ્રિત ખ્યાલ નથી, શક્તિ તરફ ધ્યાન છે. આ મંત્રમરૂપ પર ધ્યાન નથી, જે અરૂપ સત્તા છે તેના તરફ ધ્યાન છે. અરિહંતોને નમસ્કાર! મહાવીરના જે પ્રેમી હોય તેમણે કહેવું જોઈએ ‘મહાવીરને નમસ્કાર', બુદ્ધને જે પ્રેમ કરે તેણે કહેવું જોઈએ બુદ્ધને નમસ્કાર. રામને પ્રેમ કરનાર કહે કે રામને નમસ્કાર, પરંતુ બીજી કોઈ પરંપરામાં આવો મંત્રનથી, જે કહે છે કે “અરિહંતોને નમસ્કાર”. તે બધાને નમસ્કાર, જે મંજિલ પર પહોંચી ગયા છે. ખરેખર તો મંજિલને નમસ્કાર. અરહિંત’ શબ્દનકારાત્મક (negative) છે. એનો અર્થ છે જેના શત્રુ સમાપ્ત થઈ ગયા. એ શબ્દ વિધાયકpositive) નથી. કારણકે આ જગતમાં જે કાંઈ શ્રેષ્ઠતમ અવસ્થા છે તેને નિષેધથી જ પ્રગટ કરી શકાય છે. એવો એક બીજો શબ્દ છે નેતિ-નેતિ' એનું પણ કોઈ વિધાયક રૂપ નથી. વિધાયક શબ્દોને સીમા હોય છે. નિષેધમાં સીમા હોતી નથી. “આ આવું છે” એવું કહેવામાં એક સીમા છે. પરંતુ “આવુ નથી” એમાં કોઈ સીમા હોતી નથી. ‘નહીં ને સીમા નથી. છે” ને સીમા છે. ‘છે નાનો શબ્દ છે “નહીં વિરાટ છે. એટલે અરિહંત શબ્દ પરમ શિખરનો સૂચક છે. એમ કહેવાયું છે કે જેના બધા શત્રુ સમાપ્ત થઈ ગયા, જેનાં બધાં અંતર્દઢ વિલીન થઈ ગયાં, જેનામાં લોભ નથી. કામ નથી. મોહનથી. ‘શું છે તે નથી કહેવાયું. “શું નથી તે કહેવાયું છે. એટલે અરિહંત શબ્દ બહુ માનવીય છે, ભાવાત્મક (abstract) છે, જલદી પકડમાં આવે તેવી નથી. માટે એની પછીના બીજ મંત્રમાં વિધાયકતાનો ઉપયોગ કરાયો ‘નમો સિદ્ધાણં'. “નમો સિદ્ધાણં મંત્રમાં સિદ્ધ' શબ્દનો અર્થ છે જેમણે મેળવી લીધું. આ બહુવિધાયક શબ્દ છે. સિદ્ધિ, ઉપલબ્ધિ, કાંઈક મેળવી લીધું achievement) એવો ભાવ છે. કાંઇક છોડ્યું, નાશ થયો, એવા “અરિહંત' શબ્દના ભાવ એમાં નથી. એક વાત ખ્યાલમાં રાખવાની છે. જેમણે ખોયું છે, છોડ્યું છે, એમને પ્રથમ સ્થાન અપાયું છે. જેમણે મેળવ્યું છે,’ એમને બીજનંબરે રખાયા છે, કેમ? સિદ્ધ અરિહંતથી કોઈ રીતે ઓછા નથી હોતા. સિદ્ધ પણ ત્યાં જ પહોંચ્યા છે, જ્યાં અરિહંત પોંચ્યા છે. પરંતુ ભાષામાં વિધાયક ને બીજા સ્થાન પર રખાય છે. ‘શૂન્ય’ પ્રથમ છે. હોવું તે દ્વિતીય છે. સિદ્ધ વિશે માત્ર એટલી જ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy