________________
જૈન પત્રકારત્વ
સુધારાવાદી વલણ : સુશીલનાં લેખનમાં એક વાત નિશ્ચિત્તપણે અવલોકવા મળે છે કે પત્રકારની જિંદગીમાં એમને લોકજીવનના ઘણા રંગો નિરખવા મળ્યા. એમનામાં લોકોની નાડ પારખવાની ગજબની શક્તિ હતી, માટે એમણે એમનાં પુસ્તકોમાં મુખ્ય પાત્રો પાસે બોધ દ્વારા અહિંસાનો માર્ગ બતાવ્યો છે. લેખક ‘પુરાણાં પુષ્પો’ની વાત કરે છે એમાં કથા ઉપદેશમાળાની છે જેમાં રણસિંહ નાયક પ્રથમ પત્નીનો ત્યાગ કરે છે અને બીજી રાણી સાથે જિંદગી વિતાવે છે જે પ્રપંચજાળ રચીને આવેલી હોય છે. જ્યારે નાયકને આ વાતની જાણ થાય છે ત્યારે એ બીજી પત્નીનો ત્યાગ કરવા તૈયાર થાય છે. અહીં લેખક સુશીલ, પ્રથમ રાણી દ્વારા સમાજસુધારાનાં સૂચનો આપે છે. આ ઉપદેશ આજથી ૭૫ વર્ષ પહેલાંનો છે છતાં આજે પણ એટલો જ અસરકારક છે – “સમાજ પુરુષપ્રધાન છે એનો અર્થ એ નથી કે એ ગમે ત્યારે પોતાની સ્ત્રીનો ત્યાગ કરીને ગમે ત્યાં ચાલ્યો જાય. બીજી રાણી રત્નવતી (બીજી રાણી) સ્ત્રીસહજ નબળાઈને વશ થઈ; કંઈ અનર્થ કર્યો હોય તોપણ હું કહું છું કે એ તમારી ક્ષમાની જ અધિકારિણી છે. એને પોતાની ભૂલ બદલ પશ્ચાત્તાપ કરવાની તમારે તક આપવી જોઈએ.’’ આવા ક્ષમાદાનના ઉચ્ચ વિચારવાળી સ્ત્રી દ્વારા અપાતો બોધ નિરાળો છે. ભાવઅટવીમાં ભટકતા જીવને સુધારાવાદી વલણથી ફરી અપનાવવામાં આવે છે. તિરસ્કૃત કરાતા નથી. વાચકના દિલ પર ધારી અસર ઉપજાવવા માટે લેખક એના કરુણાના તારને પાત્ર સાથે જોડી દઈ દયાનો સંબંધ જાળવી રાખે છે.
જ
સમરાદિત્ય કેવળીની કથામાં લેખક સુશીલ શ્રમણ સંસ્કૃતિની આધારશીલાની સમજ આપતાં પ્રસ્તાવનામાં કહે છે કે- વેરથી વેર ક્યારેય શમતું નથી. એને શમાવવા માટે ઉપશમ જોઈએ... જ્યાં સુધી માનવી અંતર્મુખી નહીં બને, ઉપશમ અને મૈત્રીની શક્તિ નહીં કેળવે ત્યાં સુધી વિજ્ઞાનનું બળ બાળકના હાથમાંની કાતિલ છરી જેવું જ ભયંકર રહેવાનું.” આ પ્રમાણે લેખકે વિજ્ઞાનની સાથે અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. આત્મજ્ઞાન વગર નિતનવી શોધો કરનાર માનવી મુશ્કેલીમાં લાચાર બની જાય છે. ભવિષ્યમાં સમાજ આવા સંકટોથી દૂર રહે માટે તેવો પરિણામલક્ષી ઉપદેશ તેમણે ‘પ્રાકથન’માં જ આપ્યો છે.
Go
છ