SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પત્રકારત્વ છે શીર્ષકથી શરૂ કર્યું કર્યું હતું અને આ પોતાના સાપ્તાહિક તેમ જ જે સાપ્તાહિકમાસિકનું એઓ સંપાદન કરતા હતા એમાં નવોદિત લેખકોને એમના લેખોને સ્થાન આપી એમને પ્રોત્સાહિત કરતા. જયભિખ્ખુ પ્રારંભમાં ૧) ભિક્ષુ સાયલાકર અને ૨) વીર કુમારના નામે લેખો લખતા હતા. આ કૃતનિશ્ચયી અને સ્વાવલંબી સાહિત્યકાર જયભિખ્ખુએ જીવનના પ્રારંભે ખુમારીભરી ત્રણ પ્રતિજ્ઞાઓ લીધી હતી. (૧) નોકરી ન કરવી (૨) નર્મદની જેમ કલમને આશરે જ જીવવું (૩) પિતૃકસંપત્તિ ન લેવી. જયભિખ્ખુ આ રીતે જ જીવ્યા એ એમની પ્રતિજ્ઞાબદ્ધતાનું દ્યોતક છે. પત્રકાર તરીકે જયભિખ્ખુ મુદ્રણકળામાં પણ પારંગત હતા. ગુર્જરગ્રંથ કાર્યાલયના શારદા મુદ્રણ કાર્યાલયનું એમણે સંચાલન કર્યું હતું. લખાણના લે-આઉટ અને ગેટઅપ એઓ એક મુદ્રણશિલ્પી તરીકે તૈયાર કરતા. ફાધર વોલેસ જયભિખ્ખુની ભાષાશૈલી માટે કહેતા કે “જયભિખ્ખુના સર્જનમાં સચોટ વાક્યો, સૂત્રોની પરંપરા, ક્રિયાપદની કરકસર, અલંકારોનો મેળો, બોધની દોરી પરોવવા અણીદાર શૈલીની કરામત ને રમતા રમતા જીવનના પાઠ ભણાવવાની કલા – એમના સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે.’’ જયભિખ્ખુની યશવર્તી નવલકથા ‘જયદેવ’ની ભાષાશૈલીથી અભિભૂત થઈને ડૉ. ધીરુભાઈ ઠાકર જયભિખ્ખુને મોરના પિચ્છધરનો વંશજ કહેતા. સાહિત્યધર્મમાં ‘રસકથા અહીં ધર્મકથા‘ માંડીશ એવું કહેનાર અને લખનાર કવિ ન્હાનાલાલના સાહિત્યધર્મને આત્મસાત કરનાર, જયભિખ્ખુ પત્રકાર તરીકે સત્યને અને સત્યને સમર્પિત હતા. એમના શબ્દો એમના વાચક માટે જીવનપ્રેરક અને દિશાદર્શક હતા. સ્વભાવે પરગજુ એવા જયભિખ્ખુ મનની નિર્મળતાના નિર્મળ અને સાચકલા પત્રકાર હતા. એમણે માનવીમાં રહેલા ગુણોની પ્રશંસા કરી છે, પણ ક્યારેય કોઈની ખુશામત કરી નથી. એમના જીવનકોડિયામાં નિતનવું સત્ય અને આદર્શનું ઘી પૂરાતું અને કલમની વાટે એમના વાચકોને તેજ અને સત્ત્વની જ્યોતિનાં દર્શન જ નહિ, કલમની કળાની ખૂબીથી સાક્ષાત્કાર કરાવતું. પ
SR No.023469
Book TitleJain Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherVeer Tattva Prakashak Mandal
Publication Year2014
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy