SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પત્રકારત્વ (૩) સૌમ્યતા પંડિતજી પોતાના નિષ્પક્ષ, સ્પષ્ટ-નીડર લેખો લખવાને લીધે સમાજમાં અળખામણા થતા. તેમને ઘણા મહેણા-ટોણા સાંભળવા પડતાં. ઘણા વિરોધીઓ મળતા, છતાં પંડિતજી વિરોધી સામે સૌમ્યતાભર્યો વ્યવહાર કરતા. કોઈને દુશ્મન ગણતા નહીં. પંડિતજી ઠપકો ગળી જતા પરંતુ સૌમ્યતા ગુમાવતા નહીં. આ. નંદનસૂરિ મહારાજ સાહેબે તેમના એક લેખ માટે પંડિતજીને બોલાવીને ખૂબ તતડાવ્યા પણ પંડિતજી શાંત જ રહ્યા અને ગુરુદેવ પ્રત્યેનો સદ્ભાવ કાયમ રાખ્યો. આગમને પ્રમાણ માનતા પંડિતજીને પંડિત સુખલાલજી, પંડિત દલસુખભાઈ સાથે મતભેદ હતો પણ મનભેદ ક્યારેય ન હતો. દીર્ઘદષ્ટિ પંડિતજી જ્યોતિષ ન હતા. ઊંડા અભ્યાસે તેમને ચિંતક બનાવ્યા હતા. વર્તમાન પરિસ્થિતિનું તેઓ પોતાના ચિંતન દ્વારા વિશ્લેષણ કરી શકતા. આ વિશ્લેષણમાંથી જન્મ થયો દીર્ઘદષ્ટિનો. આજે દેશમાં જે બની રહ્યું છે તેના મૂળની શોધ ચિંતન-મનન-નિરીક્ષણ-પ્રવૃત્તિ અને પરિણામનો સુક્ષ્મ દૃષ્ટિથી વિચાર પંડિતજીએ ૭૦થી ૮૦ વર્ષ પહેલાં કર્યો હતો. નવું બંધારણ સંસ્કૃતિના પ્રાણને દબાવી દેનારું છે, નિર્બળ કરનાર છે. ખ્રિસ્તી ધર્મ દ્વારા આપણા ધર્મોનું વિનાશીકરણ, આ કાવતરાને તેમણે પહેલેથી પારખી લીધું હતું. કોઈ નજુમી જેમ પોતાના કાચના ગોળામાં ભૂત-વર્તમાન-ભવિષ્યને સ્પષ્ટપણે જુએ તે રીતે પંડિતજીએ ભારતની સંસ્કૃતિ પર આવનાર આક્રમણોને પહેલેથી પારખી કાઢયાં હતાં. આવા ષડયંત્રનો હૂબહુ ચિતાર તેમણે ૬૫ વર્ષ પહેલાં આલેખેલો હતો. પેતાને દીર્ઘદટી દ્વારા બધી જ વાતોને પોતે ‘પાગલ’માં ખપી જઈનેય આ દટાએ પોતાની લેખો દ્વારા પ્રગટ કરી આજે તેમણે કરેલી આગાહીઓ સત્ય ઠરી રહી છે. સત્ય રૂપે પ્રબુદ્ધ વિચારકો દ્વારા સ્વીકારાઈ રહી છે. પંડિતજીના આ દીર્ઘદષ્ટીના ગુણોને જો સમાજે સમયસર પારખ્યા હોત તો વિનાશના વમળને થોડો હડસેલો તો જરૂર મારી શકાયો હોત. - એક સફળ પત્રકાર તરીકે ઉપરોક્ત ગુણવત્તાઓ ઉપરાંત પંડિતજીમાં સંસ્કૃતિપ્રેમ સમ્યકત્વ - વિદ્વત્તા, નમ્રતા શ્રુતજ્ઞાન પ્રત્યે દઢરાણ વગેરે અનેક ગુણો હતા. ૪૧
SR No.023469
Book TitleJain Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherVeer Tattva Prakashak Mandal
Publication Year2014
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy