SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ wwwજેના પત્રકારત્વ જ જ દલીચંદ દેસાઈ, શ્રી હરિલાલ કાપડિયા, શ્રી હરિવલ્લભ ભાયાણી, ૫. લાલચંદ ગાંધી, ડો. ઉમાકાંત શાહ જેવા આપણા ઘરદીવડા જેવા વિદ્વાનો વિશે અવારનવાર તેમણે પોતાની કલમ ચલાવી છે. “જૈન” પત્રના અગાઉના લોકચાહક તંત્રી શ્રી સુશીલ ઈ.સ. ૧૯૬૧માં અવસાન પામ્યા. તેમને અવારનવાર મળવાનું થતું ત્યારે પોતાને થયેલ તેમના પ્રેમાળ વ્યક્તિત્વનો ઉલ્લેખ રતિભાઈ આ રીતે કરે છે : “શ્રી ભીમજીભાઈ (સુશીલ) નિખાલસ, નિરાડંબરી અને અલ્પભાવી સંતપુરુષ હતા. પોતાના વિરાટ આત્મા, વિશાળ જ્ઞાન અને તેજસ્વી કલમને અનુરૂપ કાર્યક્ષેત્ર જો તેમણે શોધ્યું હોત તો તેઓ જૈન જેવા મર્યાદિત કાર્યક્ષેત્રવાળા સામયિકના બદલે કોઈ મહાન વિદ્યાપ્રવૃત્તિ કે મોટા પત્રકારત્વ સાથે જ સંકળાયેલા હોત, પણ “જૈન” પત્ર માટે એ ભારે ખુશનસીબીની વાત બની કે શ્રી ભીમજીભાઈએ અમારા પત્ર સાથે આત્મીયતા સાધી અને એકધારાં પચ્ચીસ કરતાં પણ વધુ વર્ષ સુધી એમની કલમનો પ્રસાદ જનસમૂહ સુધી પહોંચતો કરવાનો યશ “જૈન” પત્રને અપાવ્યો.... શ્રી સુશીલભાઈનું એક્લવાયું, એકાંતપ્રિય અને વાચનપરાયણ જીવન જોઈને રખે કોઈ માની લે કે તેઓ સદા ગંભીર, ઉદાસીન અને શુષ્ક વૈરાગી હશે! એમના જેવા સદા આનંદ-સરોવરમાં નિમજ્જન કરનાર આત્માઓ બહુ ઓછા હશે. તેઓ જ્યાં જાય, જ્યાં બેસે, જ્યાં વસે ત્યાં હંમેશાં આનંદ અને હર્ષની છોળો ઉડતી જ હોય.૩) પરદેશના અને ગુજરાત બહારના વિદ્વાનો જેવા કે ડો. હેલ્યુટ વોન ગ્લાઝેનપ, ડૉ. શુબિંગ, જર્મન પ્રો. આલ્સડો, ડૉ. બ્રાઉન, ડૉ. મિસ જ્હોન્સન, ડૉ. હર્ટલ, ડૉ. બેની માધવ બરૂઆ, ડૉ. પૂરણચંદ્રજી શ્યામસુખા વગેરે વિશે પણ તેમણે પ્રસંગોપાત લખ્યું છે. ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. પ્રબોધ પંડિત, પં. રાહુલ સાંકૃત્યાયન, ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ જેવા પોતપોતાના ક્ષેત્રના દિગ્ગજ વિશેની નોંધો પણ “જૈન”માં જોવા મળે છે. ડો. વિક્રમ સારાભાઈના અવસાન સમયે કરેલી નોંધ આ પ્રમાણે છે : “ગર્ભશ્રીમંતાઈમાં ઉછેર અને કુટુંબનો વારસો ઉદ્યોગોના સફળ સંચાલનની કાબેલિયતનો, અને છતાં સ્વનામધન્ય સ્વર્ગસ્થ ડૉક્ટર વિક્રમ સારાભાઈએ અણુવિજ્ઞાનના અવનવા અને અઘરા ક્ષેત્રે જે વિદ્યાસિદ્ધિ ૧૪૬
SR No.023469
Book TitleJain Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherVeer Tattva Prakashak Mandal
Publication Year2014
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy