SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ નિવાપાંજલિ. સ્વર્ગવાસી પ્રિય પુત્ર છગનલાલ, તને તારી માતુશ્રી ૬ વર્ષને મુકી ૨૫ વર્ષની વયે સ્વર્ગવાસી થઈ ત્યારથી અનેક વિષે વચ્ચે ઊછેરી, ૧૪ વર્ષની વયમાં ગુજરાતી, સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષાઓને ને ગણિત શાસ્ત્રને અભ્યાસ, તથા ભૂમિતિ, રસાયણ, યંત્ર, તથા ખગોળ શાસ્ત્રનું કેટલુંક જ્ઞાન પ્રાપ્ત કરાવી, આર્યોની એક ભૂષણરૂપ અને અનુપમ વિદ્યાઓ તથા હુન્નરેના ભંડારવાળી જે સંસ્કૃત ભાષા તેમાં પ્રવીણ થવા સારૂ તેના વ્યાકરણનું ઊત્તમ જ્ઞાન પ્રાપ્ત કરાવવા વિચાર કર્યો, ને તને તેમજ તારી વિમાતા તથા વિમાત્રેયીને તેના કેટલાક અંગેનું પ્રાથમિક જ્ઞાન મેળવાવવામાં પડેલી ને વિશેષ જ્ઞાન મેળવાવવામાં પડતી મુશ્કેલીઓ જોઈ તે અંગેના નિયમ હેલથી નિઃશેષ ભણી શકાય એવી રીતે લખી આપવા માંડયા, ને આગળ વધતાં તેવ, અંગે વધારે ને વધારે નિકળવાથી છેવટે સઘળા અંગેને તેવી રીતે લખ્યા; ને એ રીતે આ સંસ્કૃત ભાષા પ્રદીપ” નામને ગ્રંથ જે કરવા હું શકિતમાન થયે છું તે કરતાં અનેક ખરડાઓ સાફ કરવામાં તથા એ ગ્રંથ છપાવવામાં પડતા અપરિમિત શ્રમને ન ગણતાં તે સઘળી બનતી મદદ કરી તારી અપ્રતિમ પુત્ર ભક્તિ વ્યક્ત કરી એટલું જ નહીં પણ તેની સાથે હંમેશા મારી જોડે ને જોડે રહી કેટલાક ઉપયેગી શાસ્ત્રોને પ્રાથમિક બોધ તેમજ ઘરસંસાર તથા ધંધારોજગારમાં જોઇતી કેળવણી લીધી; ને એ સઘળાનું ઈષ્ટ ફળ ભેગવવાને તને, અને સંસારમાંથી સુખરૂપ નિવૃત્ત થવાને વખત મને, પાસે આવતા વારજ કાળે તને ૨૨ વર્ષની અલ્પ વયમાં અચાનક મારી પાસેથી છીનવી લઈ મને દુસહ વિયેગાગ્નિથી સંતપ્ત કીધે તે અગ્નિ આ ગ્રંથને વિચાર આવતાં જ અત્યંત પ્રજ્વલિત થઈ આવે છે તેથી આ પત્રરૂપી નિવાપાંજલિ તને આપીને આ ગ્રંથ સાથે પ્રસિદ્ધ કરી કૃતાર્થ થાઉ છું; એ નિવાપાંજલિ મારી તેમજ તારી માતૃતુલ્ય વિમાતા તથા સ્વસૃતુલ્ય વૈમાત્રેયી કે જેઓ અરસપરસના અપ્રતિમ પ્રેમને લીધે મારા જેટલાંજ શેકાગ્નિ તત છે ને તને વારંવાર યાદ કર્યા કરે છે તેમની તરફથી પણ તું સ્વીકારી લેશે. - મુંબઈ શકે ૧૮૩૨ ના વૈશાખ વદિ ૨ ને ગુરૂવાર લિ. તારે દુઃખનિમગ્ન સંતપ્તાંતઃકરણ પિતા ઠાકોરદાસ જમનાદાસ પંજી.
SR No.023460
Book TitleSanskrit Bhasha Pradip
Original Sutra AuthorN/A
AuthorThakordas Jamnadas Panji
PublisherThakordas Jamnadas Panji
Publication Year1867
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy