________________
શ્રાદ્ધગુણવિવરણ
२०१ શબ્દાર્થ-જે દયાળુ પુરૂષો પિતાના પ્રાણેએ કરી બીજાના પ્રાણનું રક્ષણ કરે છે તેવા દુર્લભ તેમજ દેવતાઓથી સ્તુતિ કરાએલા પવિત્ર પુરૂષે બે ત્રણ અર્થાત્ ગણ્યાગાંઠ્યા હોય છે. ૫ ૫ છે
જેમ વિક્રમાદિત્ય નામને રાજા હતો, તેની કથા આ પ્રમાણે છે–
એક વખતે અશ્વથી હરણ કરાએલો અને તૃષાથી પીડિત થએલો વિકમ રાજા અરણ્યમાં પાણીની તપાસ કરતો હતો. તેટલામાં કોઈએક ગુફામાં કાદવવાળા તલાવડાની અંદર ખુંચી ગએલી અને દુર્બળ એવી એક ગાય તેના જેવામાં આવી. આંસુથી ખરડાએલી આખેવાળી ગાયે પણ રાજાને જોઈ બરાડા પાડ્યા.તે સાંભળી દુઃખી થએલા પ્રાણીઓનું રક્ષણ કરવામાં જ ધ્યાન આપનાર રાજાએ પણ તેને બહાર ખેંચી કાઢવા માટે અનેક ઉપાયે કર્યા પરંતુ કોઈ પણ રીતે ગાય બહાર નીકળી શકી નહીં અને રાત્રિ થઈગઈ. તેટલામાં કઈ પણ સ્થળથી એચિતે એક ભૂખે સિંહ તે ગાયનું ભક્ષણ કરવા માટે આવે અને સિંહનાદ કરવા લાગ્યો. તે જોઈ દયાથી સ્નિગ્ધ હૃદયવાળે વિક્રમરાજા વિચાર કરવા લાગ્યો કેજે આ દુર્બળ અને ભયથી વ્યાકુળ થએલી ગાયને હું અહિંયા મૂકીને ચાલ્યો જઈશ, તો આ ગાયને સિંહ જલદી મારી નાંખશે. દુબળ, અનાથ, ભયભીત હૃદયવાળા અને બીજાઓથી પરાભવ પામેલા સઘળા પ્રાણીઓને આશ્રય પાર્થિવ જ હોય છે. તે હેતુથી મ્હારા પ્રાણનો નાશ થાય તે પણ મારે આ ગાયનું રક્ષણ કરવું જોઈએ. એ પ્રમાણે વિચાર કરી તલવારને ઉગામી ગાયની પાસે ઊભે રહ્યો. રાત્રિમાં ટાઢ અને ભયથી ગાય કંપવા લાગી એટલે રાજાએ પોતાના વસ્ત્રોએ કરી તેને ઢાંકી દીધી. આ તરફ સિંહ ગાયની સામે ફાળે મારે છે. રાજા તેને તલવારથી ડરાવે છે. એવા પ્રકારને વૃત્તાંત થએ છતે તે ઠેકાણે વડ ઉપર બેઠેલે એક પિપટ બોલે છે કે-હે માલવેશ્વર ! પોતાના સ્વભાવે જ આજ કે કાલ મરી જનાર આ ગાયને માટે હારા પિતાનાં પ્રાણેને શા માટે અર્પણ કરે છે? તારી ઈચ્છા પ્રમાણે અહીંથી ચાલ્યો જા અથવા તો આ વડ ઉપર જલદી ચડી જા. રાજાએ તેના ઉત્તરમાં જણાવ્યું કે-હે શુકરાજ! તમારે આ પ્રમાણે બોલવું ન જોઈએ, કેમકે બીજાના પ્રાણોએ કરી પોતાના પ્રાણનું રક્ષણ સઘળા પ્રાણીઓ કરે છે પરંતુ પિતાના પ્રાણીએ કરી બીજાના પ્રાણનું રક્ષણ કરનાર એક છમુતવાહન જ છે. જેમ સૂર્યના ઉદય થવાથી સૂર્યકાંત મણીઓ કાંતિયુક્ત થાય છે, તેમ એક દયાથી જ સત્ય વિગેરે તમામ ગુણ ફળયુક્ત થાય છે. અર્થાત્ સૂકાંત મણુઓ સૂર્યના અસ્તિત્વ સિવાય પિતાના ગુણોને પ્રકાશમાં લાવી શકતા નથી તેવી રીતે