________________
શ્રાદ્દગુણવિવરણુ
૧૫
પછી વિદ્યાધર મંત્રીએ પત્રિકાને હાથમાં લઇ વાંચી લીધી. તેમાં આ શ્યાક જોવામાં આવ્યેા.
उपकारसमर्थस्य, तिष्ठन् कार्यातुरः पुरः । मूर्च्छा यामार्तिमाचष्टे, न तां कृपणया गिरा ॥ २ ॥
શદા—ઉપકાર કરવામાં સમર્થ એવા પુરૂષની આગળ કાર્ય કરા વવાને આતુર થએલેા પુરૂષ ઉભા રહી જે પીડાને કહે છે તે પીડાને કૃપશુ વાણીથી કહેતા નથી. ।। ૨ ।।
એ શ્લાકના અનેા વિચાર કરી વિદ્યાધર મંત્રીએ વિચાર કર્યો કે, આ મહાન્ પુરૂષ મ્હારી પાસે આવ્યે છે અને જયંતચંદ્ર રાજા અહીંથી પાછે ક એમ એ ઇચ્છે છે તેમજ દંડ પણ આપવાને ઇચ્છતા નથી. વળી આ ભાર મ્હાર ઉપર જ આરેાપણ કરે છે તે કારણથી આ કુમારદેવ મંત્રીને વ્યસન-કરૂપ સમુદ્રમાંથી નિસ્તાર કરવા જોઈએ. કહ્યું છે કેઃ—જે પુરૂષને આશ્રય લઈ સવ પ્રાણીએ નિર્ભયતાથી સૂઈ રહે છે, તેજ પુરૂષ લેાકને વિષે પુરૂષ કહેવાય છે અને તે જ પુરૂષ આ લેકમાં પ્રશંસાને પ્રાપ્ત થાય છે, એમ વિચાર કરી તે પછી કુમારદેવ મંત્રીને કહ્યું કે–તમે ભય રાખશે! નહીં તેમજ દંડ પણ આપશે નહીં. પ્રાતઃકાળે અમારૂં સૈન્ય-લશ્કર આ સ્થાનમાં રહેશે જ નહીં. તેથી તમે પેાતાના સ્થાન પ્રત્યે ચાલ્યા જાવ. આ પ્રમાણે કહી તેના સત્કાર કરી વિદાય કર્યો. પછી કુમારદેવ મંત્રી પેાતાના સ્થાન પ્રત્યે ચાલ્યા ગયા. વિદ્યાધર મ ંત્રીએ પણ જયતચદ્ર પાસે જઈ :હ્યું કે-હે રાજેન્દ્ર ! આજે આપણા અઢાર દિવસે વ્યતીત થઈ ગયા. કુમારદેવે પેાતાની જાતે આવીને અઢાર લાખ સુવર્ણ ઈંડના સ્થાનમાં આપી ગયા છે, તેથી તેમને અભય આપે. આપ પ્રસન્ન થાવ અને આપ પોતાના સ્થાન પ્રત્યે પધારેા. તેમના કિલ્લા લેવે મુસીબત ભરેલા છે. આ પ્રમાણે શ્રવણ કરી, કાશીપતિ જયંતચંદ્રે તત્કાળ રાત્રિને વિષે જ પ્રયાણ કર્યું. આ વાત સાંભળી લક્ષણાવતીના રાજા ખુશી થયા. તેણે પેાતાના મંત્રી કુમારદેવને પુછ્યું કે, જયંતચંદ્ર કેમ ચાલ્યેા ગયા ? મત્રીએ જવાબ આપ્યા કે–તમને યુદ્ધ કરવામાં તત્પર થયેલા સાંભળી ભયભીત થએલા તે પાછે ચાલ્યું ગયે. અનુક્રમે કાશી અધિપતિ કાશીની નજીક પ્રાપ્ત થયા તે વખતે જયંતચંદ્રે મ`ત્રીને આદેશ કર્યો કેલક્ષણાવતી નગરીના સ્વામીએ આપેલુ ઇ'ડ સંબંધી સુવર્ણ' યાચકે તે આપી ઢ, જેથી મ્હારા યશની વૃદ્ધિ થાય. વિદ્યાધર મંત્રીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે-કુમાર