SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણવિવરણ " मासैरष्टभिरइना च, पूर्वेण वयसायुषा । तन्नरेण विधातव्यं, यस्यान्ते सुखमेधते ॥ १९ ॥ दिवसेनैव तत्कार्य, येन रात्रौ सुखीभवेत् । तत्कार्यमष्टभिर्मासैवर्षासु स्यात् सुखी यः ॥ २० ॥ पूर्व वयसि तत्कार्य, येन वृद्धः सुखीभवेत् । सर्ववयसा च तत्कार्य येन प्रेत्य सुखीभवेत् ॥ २१ ॥" શબ્દાર્થ–આઠ મહિનાએ, એક દિવસ, પ્રથમની અવસ્થાએ અને આયુષ્યવડે મનુષ્ય તેવું કાર્ય કરવું જોઈએ કે આઠ મહીનાને, એક દિવસને, પ્રથમ વયને અને આયુષ્યને અંતે સુખને પામે . ૧૯ ા દિવસે તેવું કાર્ય કરવું કે જેથી રાત્રિએ સુખી થવાય. આઠ મહીનામાં એવું કાર્ય કરવું કે વર્ષાઋતુમાં સુખી થવાય . ૨૦ પ્રથમ વયમાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધાવસ્થામાં સુખી થવાય. સંપૂર્ણ વયથી એવું કાર્ય કરવું કે જેથી પરલોકમાં સુખી થવાય . ૨૧ ભાવાથ–કાર્ય કરતાં પહેલાં મનુષ્ય માત્ર વિચાર કરવો જોઈએ કે આ કાર્યનું ફળ ભવિષ્યમાં કેવું મળશે. આમ વિચાર કર્યાથી પ્રાયે અકૃત્ય થતાં નથી, વૈરવિરોધ થતો નથી અને જીવને ભવિષ્યમાં શાંતિ મળે છે. વગર વિચાર્યું કાર્ય કરવાથી લાભદાયી કાર્યથી પણ દુઃખ થાય છે, કેમકે એનું પરિણામ કયારે અને કેવું આવશે તે અનિશ્ચિત હોય છે, માટે કાર્ય કરતાં પહેલાં વિચાર કરવાનો કે આ કાર્ય પ્રાયે આટલી મુદતમાં પૂરું થશે. હું તે કરવા સમર્થ છું, દેશકાળાદિ અનુકૂળ છે. આ કાર્યથી મને કાંઈ પણ ઉપાધી થશે નહીં, એમ સમજી કાર્ય કરે તે દિવસના કરેલા કાર્યથી રાત્રિએ ચિંતારહિત લેવાથી નિદ્રા આવવામાં અડચણ નડશે નહીં, તેમજ આઠ માસમાં કરેલા કાર્યથી ચતુર્માસમાં ધર્મસાધન વિગેરે ક્રિયામાં વિદ્મ આવી પડશે નહીં. એ જ પ્રમાણે પ્રથમની અવસ્થામાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધાવસ્થામાં ધર્મ સાધના કરી શકાય, અને આખી જિંદગી એવી રીતે વ્યતીત કરવી જોઈએ કે જેથી આગામી ભવમાં સુખપૂર્વક ધર્મની પ્રાપ્તિ થાય. આ હેતુથી જેનું પરિણામ છેડા કાળમાં સમજાય તેવું ન હોય એવાં તથા : બીજાની સાથે વિરોધ થાય તેવાં કાર્યો કદિ પણ કરવા નહીં. હમેશાં ચિન્તા છે તે ચિતા સમાન છે, એવું આજ ગ્રંથમાં કહી આવ્યા છીએ માટે જે કાર્ય કરવાથી ચિન્તા ઊભી થાય અને હમેશાં ચિત્ત ઉદ્વિગ્ન રહે તેવાં કાર્ય ધર્મી પુરુષોએ કદિ કરવાં નહીં. જેમાં વસ્તુની આપ લે છે જ નહીં, પણ કેવળ ભાવ ખંડી ધનની આપ
SR No.023452
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay, Vijaykalyansuri
PublisherVijaynitisuri Jain Library
Publication Year1951
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy