SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ વાક્તિજીવિત [૧-૨૫–૨૯ થયેલી પ્રતિભારૂપ અનિર્વચનીય કોઈ કવિશક્તિ. તેમાંથી ફૂટી નીકળેલા એટલે નવા અંકુરની પેઠે સ્વયમેવ ફૂટી નીકળેલા, નહિ કે અળજબરીએ ખેચી કાઢેલા; નવા એટલે તાજા, તિદ્વંદાને આનંદ આપવાને સમર્થ એવા શબ્દ અને અર્થ, એ એને લીધે મનેાહર. વળી કેવા ? તેા કે પ્રયત્ન વગર રચાયેલા સ્વલ્પ અને મનેહર અલકારવાળા. અહીં ‘સ્વલ્પ' શબ્દ છે તે આખા પ્રકરણને લાગુ પડે છે, માત્ર એક વાકય કે બ્લેકને નહિ. એના અર્થ એ છે કે સુકુમાર માર્ગોમાં જે અલંકાર આવે ત પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે આવેલા હેાવા જોઈએ અને અલ કારાના ઠઠારા ન હોવા જોઈએ. ખપ પૂરતા જ અલંકારા હેાવા જોઈએ. નિ કારે આ જ વાત ધ્વનિ કાવ્યમાં અલંકાર અપૃથગ્યનિવત્ય હોવા જોઈએ, એમ કહીને કહેલી છે. આવા અલંકારા કાઈ વાકયમાં કે લેાકમાં જ નહિ પણ આખા પ્રકરણમાં અલ્પ જ હાવા જોઈએ. જેમ કે— પૂરાં ખીલેલાં ન હેાવાને કારણે ખાલચ'દ્રના જેવાં વાંકાં અત્યંત રાતાં પલાશનાં ફૂલ વસંત્ત સાથે તરતના જ સમાગમ સાધેલી વનસ્થલીઓના નખક્ષતા જેવાં શાભવા લાગ્યાં.” (કુમારસંભવ, ૩–૨૯) ૭૫ આ શ્લેાકમાં બાલચંદ્રના જેવાં વાંકાં' અત્યંત રાતાં' અને વસંત સાથે તરતના જ સમાગમ સાધેલી' એ શબ્દો સ્વભાવનું વર્ણન કરવા માટે જ વપરાયેલા હોવા છતાં સૌદર્યને કારણે ‘નખ ક્ષતા જેવાં' એ મનહર અને પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે પ્રગટ થતા ઉપમા અલ`કાર સાથે જોડાતાં ભારે ચમત્કારી બની જાય છે. [૨૬] વળી એ મા કેવા? તેા કે જેમાં પદાર્થાના સ્વભાવ જ એવા પ્રધાન હાય કે વ્યુત્પત્તિજન્ય આડા કૌશલ તેની આગળ તિરસ્કારપાત્ર કે ગૌણ લાગે. એને સાર એ છે કે કવિની પ્રતિભામાં પ્રગટ થયેલા વસ્તુના સ્વભાવના મહિમા જ એવા હાય છે કે બીજા કાવ્યેામાંનું વ્યુત્પત્તિજન્ય અનેકવિધ સૌ જ
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy