SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ક્રાક્તિજીવિત [૩–૧૭ આ ગાથામાં પ્રસ્તુત અને અપ્રસ્તુત વસ્તુઓનું પ્રતીયમાન સામ્ય ખીલી ઊઠયું છે તે સહૃદયને આનંદ આપનાર કાવ્યસૌદર્ય જ દીપક અલ’કારનું સારસર્વસ્વ છે. એમાં ક્રિયાપદ તા મીન કોઈ પણ વાકચમાંના અથવા આ જ વાકયમાંના બીજા કોઈ પણ શબ્દ જેવું જ છે. અહીં વાકથાર્થ એ છે કે દિગ્ગજોના મદની સુગંધથી ચલિત થયેલાં મનવાળા હાથીએ જેમ જંગલમાં મહામુશ્કેલીએ ફરે છે, તેમ વક્રોક્તિથી શૈાલતા મહાકવિઓના માર્ગે કવિ પણ મહામુશ્કેલીએ ચાલે છે, એવા અહીં TM (‘અને’) શબ્દના અર્થ છે. એ કવિએ સ્વાભિમાની હાઈને પૂર્વના મહાકવિ કરતાં કાંઇક વિશેષ સિદ્ધ કરવાની ઈચ્છા સેવતા મહામહેનતે કાવ્યરચના કરે છે, એવા અહીં અભિપ્રાય છે. -- તેથી (પ્રતીયમાન) સામ્ય એ જ આ (દ્વીપક) અલ કારનું સારતત્ત્વ છે. એ પ્રતીયમાન હોય છે માટે જ એ ઉપમાથી જુદો મનેાહર અલકાર બને છે. અને જ્યાં ત્રિવિધ (વસ્તુ, અલંકાર અને રસરૂપ) વ્યંગ્યામાંના કોઈ પણ એક રૂપે પ્રતીયમાન સામ્ય પ્રગટ થતું હોય ત્યાં આ જ ન્યાય લાગુ પાડવા. પ્રતીયમાન અથ સિવાયનું બીજુ બધું તે! સમાચારરૂપ જ છે. જેમ કે “સૂર્ય આથમ્યા, ચન્દ્ર પ્રકાશે છે, ૫'ખીએ માળામાં પાછાં વળે છે.” (ભામહ, ૨–૮૭) ૮૦ હવે દીપક અલકારને ખીજુ` જ રૂપ આપવાને અને તેમાં કઈ અપૂર્વ કાવ્યશેાભા સાધવાને બીજી રીતે વ્યાખ્યા આપવાના પ્રારભ કરે છે. ૧૭ પ્રસ્તુત અપ્રસ્તુત વસ્તુઓના ઔચિત્યપૂણ, અગ્લાન, સહૃદયાને આનદ આપનાર, શબ્દોથી ન કહેવાયેલા એટલે કે પ્રતીયમાન ધમ તેદીપાવે (પ્રકાશિત કરે) તેવુ" વસ્તુ તે દીપક,
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy