SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ વક્રોક્તિજીવિત [૨-૩૦ એના અર્થ એ છે કે જેમાં પહેલા કે ખીજો પુરુષ વાપરવાને બદલે સૌંદર્ય સાધવા માટે કોઈ વાર ત્રીજો પુરુષ વપરાય છે. એ જ રીતે, નામ અને સનામ એક જ કામ કરતાં હાઈ, પહેલાબીજા પુરુષને બદલે ત્રીજો પુરુષનું નામ વાપરવામાં આવે યે તે પુરુષવક્રતામાં જ ગણાય છે. જેમ કે— કૌશાંખીને આપણા દુષ્ટ દુશ્મનોએ અપમાનિત કરીને કમજે કરી છે અને આપના પતિ રાજનીતિથી વિરુદ્ધ વર્તનાર અને પ્રમાદી છે, એ હું જાણું છું. સ્ત્રીઓનાં હૃદય સમ્રા પ્રિયજનના વિરહથી દુ:ખી થતાં હાય છે, એટલે મારું મન કશું કહેવાને ઉત્સાહ ધરાવતું નથી. હવે પછી શું કરવું એ દેવી પોતે જાણે.” (તાપસવત્સરાજ, ૧-૬૭) ૧૦૫ આ શ્લોકમાં ‘તમે જાણે!' એવા ખીજા પુરુષના પ્રયાગ કરવાને બદલે કવિએ દેવી પાતે જાણે' એવા માત્ર નામના (ત્રીજા પુરુષના) જ પ્રયાગ કર્યો છે, એથી વક્તા પેાતે એ કામને અશકય માને છે અને તેથી ઉદાસીન છે એવું સમજાય છે. રાણી પાતે મુખત્યાર હાઈ સ્વતંત્રપણે હિતાહિતને વિચાર કરી પોતે જ શું કરવું તેના નિર્ણય કરી શકે છે, એવા અર્થ સમજાય છે, તે આ વાકયને સૌદર્ય આપે છે. કારણ, એ જ આ વાકયનું જીવિત હોય એમ લાગે છે. આ રીતે, પુરુષવક્રતાનું નિરૂપણુ કર્યા પછી, આત્મનેપદ અને પરમૈપદ પુરુષને આશ્રયે રહેલા હાઈ, તેમની વક્રતાના વિચાર કરવાના આ ઉચિત અવસર છે, એટલે તેના વિચાર કરે છે. ધાતુઆના લક્ષણ અનુસાર એટલે કે એ આત્મનેપદ છે, પરઐપદ છે કે ઉભયપદ છે તેના નિયમ અનુસાર, અમુક જ પદમાં ધાતુ વપરાય એને પ્રાચીન આચાર્યાં ‘ઉપગ્રહ' કહે છે, એ જાણીતી વાત છે, તેથી હવેની કારિકામાં એ જ શબ્દ વાપરવામાં આવ્યું છે—
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy