SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશ રાજાની કથા ] ૧૩૩ શ્રી કેશિગણધરે કહ્યું, “તારી માતા સ્વર્ગસુખમાં નિમગ્ન હોવાથી તેને કહેવા આવી નહિં, તથા તારે પિતા પણ નરકની ઘર વેદનાથી આકુળ હેવાથી અહિં આવી શક નથી. અરણીના કાષ્ઠની અંદર અગ્નિ છતાં તેના ગમે તેટલા ઝીણા કટકા કરીએ તેપણ તેમાં અગ્નિ દેખાતું નથી. તેજ પ્રમાણે શરીરના ગમે તેટલા ઝીણા કટકા કરે, તે પણ તેમાં જીવ કયાં છે ? તે દેખાય નહિં, લુહારની ધમણ વાયુથી ભરેલી અથવા ખાલી તળે, તથાપિ તેલમાં રતિમાત્ર પણ ફેર જણાશે નહિં. તે મુજબ શરીરની અંદર જીવ છતાં અથવા તે નીકળી ગયા પછી શરીર તળશે, તે તેલમાં કાંઈ ફેર જણાશે નહિં. કેઠીની અંદર પૂરેલે માણસ અંદર શંખ આદિ વગાડે તે શબ્દ બહાર સંભળાય, પણ તે શબ્દ કયે માર્ગે બહાર આવ્યું તે જણાય નહિં, તેમજ કુંભીની અંદર પૂરેલા માણસને જીવ શી રીતે બહાર ગયો? અને કુંભીની અંદર થએલા કીડાના જીવ શી રીતે અંદર આવ્યા ? તે પણ જણાય નહિં.” આ સાંભળી રદેશી રાજા સુશ્રાવક થયો, તે રાજાને સૂર્યકાંતા નામે એક રાણી હતી, તેણે પુરૂષને વિષે આસક્ત થઈએકદિવસે પૌષધને પાણે પ્રદેશી રાજાને ઝેર ખવરાવ્યું. તે વાત તુરત રાજાના ધ્યાનમાં આવી, અને તેણે તે ચિત્રસારથિને કહી. તે પછી તેણે ચિત્રસારથી મંત્રિના વચનથી પિતાનું મન સમાધિમાં રાખ્યું અને આરાધના તથા અનશન કરી તે સૌધર્મ દેવ કે સૂર્યામાં વિમાનની અંદર દેવતા થયે. વિષપ્રયોગની વાત ખબર પડવાથી સૂર્યકાંતા ઘણું શરમાઈ, બીકથી જંગલમાંનાસી M, અને એ સર્ષના દંશથી મરણ પામી નરકે પહોંચી. એક વખતે આમલકલ્પા નગરીમાં શ્રી વીરભગવાન સમવસર્યા. ત્યારે સૂર્ય દેવતા ડબા તથા જમણાહાથથી એક આઠ કુંવર તથા કુંવરીઓ પ્રકટ કરવા વગેરે પ્રકારથી ભગવાન આગળ આશ્ચર્યકારી દિવ્ય નાટક કરી સ્વર્ગે ગયો. ત્યારે ગૌતમ સ્વામીના પૂછશથી શ્રીવીર ભગવાને સૂર્ય દેવતાને પૂર્વાવ તથા દેવના જવાથી એવી મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ ગતિ પામશે વગેરે વાત કહી. આ રાતે પ્રદેશ રાજાનું દૃષ્ટાંત છે. આજ રીતે આમરાજા બપ્પભટરિના અને પરમાહત ૨૬ આમરાજની સ્થા. પાંચાળ દેશમાં કુંભ નામના ગામના અપક્ષત્રિય પિતા અને ભઠ્ઠીનામની માતાને સુરપાળ નામે પુત્ર હતું. દીક્ષા વખતે ગુરૂમહારાજે તેનું નામ બપ્પભટ્ટી રાખ્યું. તે રોજના એક હજાર શ્લેક કંઠસ્થ કરી શકતા હતા. ગુરૂએ તેમને જ્યારે આચાર્યપદ આપ્યું ત્યારે તેમનું નામ બપ્પભટ્ટસૂરિ રાખ્યું. એક વખત વાલીયરના રાજા યશોવમીને પુત્ર આમકુમાર પિતાથી રીસાઈ બhભટ્ટસૂરિ પાસે આવ્યો. કાવ્યને શોખીન હોવાથી તેમની પાસે અભ્યાસ કરવા લાગ્યો. સમય જતાં આમને પિતાનું રાજ્ય મળ્યું. આમકુમારે બપ્પભટ્ટસૂરિને પિતાને નગર બોલાવ્યા અને કહ્યું કે “આ રાજ્યને આપ સ્વીકાર કરે.' સૂરિએ કહ્યું કે “દેહમાં પણ અમે સ્પૃહા રાખતા નથી તે અમારે રાજ્યને શું કરવું છે?” રાજા આશ્ચર્ય પામ્યો પછી ગુરૂના ઉપદેશથી તેણે એક પ્રાસાદ બનાવ્યે અને તેમાં સૂરણની મહાવીર ભગવાનની પ્રતિમા સ્થાપન કરી.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy