SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ દરેક અવસ્થામાં નવકારની ઉપકારકતા] ' કે સ્થિરતા રહે અને કેઈપણ જીવને પિતાનાથી હરકત ન થાય તેવું સ્થાન ધ્યાનમાટે ગ્ય છે. જેવી રીતે સ્થાન માટે કહ્યું તેવીજ રીતે કામાટે પણ જાણવું. જે સમયે મન વચન અને કાયાના પેગ ઉત્તમ સમાધિમાં રહેતા હોય તે સમયે ધ્યાન કરવું. ધ્યાનમાટે રાત્રિ કે દિવસને કેઈ જાતને કાળભેદ નથી. સાધકે એટલું ખાસ વિચારવું કે જે સમય પિતાના દેહને પીડાકારી ન હોય, તે સમય ધ્યાનમાટે યોગ્ય સમજો. ધ્યાન પદ્માસને કરવું, ઉભા રહીને કરવું, બેસીને કરવું કે કઈ રીતે કરવું તેનો પણ ખાસ નિયમ નથી. કારણકે સર્વ કાળમાં, સર્વદેશમાં અને ભિન્ન ભિન્ન સર્વ અવસ્થામાં સાધક મુનિએ કેવળજ્ઞાન પામ્યા છે. માટે ધ્યાનના સંબંધમાં દેશને, કાળ અને દેહની અવસ્થાને કેઈપણ નિયમ સિદ્ધાંતમાં કહ્યો નથી, અર્થાત્ મન, વચન અને કાયાના પેગ સમાધિમાં રહે તે સ્થાને, તે કાળે અને તે અવસ્થામાં ધ્યાન કરવું. દરેક અવસ્થામાં નવકારની ઉપકારતા નવકારમંત્રનું સ્મરણ આ લેક અને પરલોક બન્નેમાં ઘણું જ ઉપકારક છે. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે –“નવકારમંત્રનું ભાવથી ચિંતવન કર્યું હોય તે ચેર, જંગલી પ્રાણી, સર્પ, જળ, અગ્નિ, બંધન, રાક્ષસ, સંગ્રામ અને રાજ વિગેરેને ભય નાશ પામે છે. તેમજ બીજા ગ્રંથમાં પણ જણાવ્યું છે કે “બાળકને જન્મ થાય ત્યારે નવકાર ગણવા કારણકે તેથી ઉત્પન્ન થનાર છવને ભવિષ્યમાં સારા ફળની પ્રાપ્તિ થાય, અને મરણ સમયે પણ તેને નવકાર સંભળાવવા કારણકે તે સંભળાવવાથીંસઅધ્યવસાય થતાં સગતિ મળે. કેઈ ઓચિંતી આપત્તિ આવી પડે, તે પણ નવકાર ગણવાથી તે આપત્તિને ભય ઓછો થાય છે અને આપત્તિ નાશ પામે છે, અદ્ધિસિદ્ધિના પ્રસંગમાં પણ હરહંમેશ નવકારમંત્રનું સ્મરણ કરવું. તેમ કરવાથી દ્ધિ સ્થિર રહેવા પૂર્વક વૃદ્ધિ પામે છે.” નવકાર ગણવાથી કેટલું પાપ ખપે તે વિચાર શાસ્ત્રમાં જણાવ્યું છે કે “નવકારને એક અક્ષર ગણવાથી સાત સાગરોપમની સ્થિતિવાળું પાપ ખપે, તેનું એક પદ ગણવામાં આવે તે પચાસ સાગરોપમની સ્થિતિવાળું પાપ ઓછું થાય. તેમજ એક સંપૂર્ણ નવકાર પાંચસે સાગરૂમની સ્થિતિવાળું કર્મ ખપાવે છે. જે માણસ વિધિપૂર્વક જિનનમસ્કારની પૂજા કરે અને એક લાખ નવકાર મંત્ર ગણે તે તે શંકારહિત તીર્થકર નામકર્મ બાંધે છે. જે જીવ આઠ ક્રોડ આઠ લાખ આઠ હજાર આઠ આઠ (૮૮૮૮૦૮) વાર નવકાર મંત્ર ગણે તે ત્રીજે ભવે મુક્તિ પામે છે.” નવાર સમરણથી આ લોક અને પરલોકળ સંબંધી દષ્ટાત નવકાર મહામ્ય ઉપર આ લેકના ફળ સંબંધમાં શ્રેષ્ઠિપુત્ર શિવકુમારનું દષ્ટાન છે. શિવકુમાર જુગટું વિગેરે રમવાથી ભયંકર દુર્વ્યસની અન્ય હતો, પિતાએ તેને શિખામણ આપી કે તું બેટા માગે છે તે કઈને કઈ ભયંકર મુશ્કેલીમાં આવી પડે ત્યારે
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy