SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર સાતમો - પર્યાપ્તિનો વિચાર ૩૯ વિચાર સાતમો-દારિક-વૈક્રિય-આહારક શરીરોમાં પર્યાપ્તિનો વિચાર પર્યાપ્તિ - આહાર વગેરેના પુગલોને ગ્રહણ કરવાની અને પરિણમાવવાની આત્માની શક્તિ તે પર્યાપ્તિ. તે પુગલના ઉપચયથી પુષ્ટ થાય છે. તે ૬ પ્રકારની છે. તે આ પ્રમાણે ૧) આહારપર્યાપ્તિ - જે શક્તિથી જીવ આહારને ગ્રહણ કરીને તેને રસ અને ખલ રૂપે પરિણમાવે તે આહારપર્યાપ્તિ. ૨) શરીરપર્યાપ્તિ - જે શક્તિથી જીવ રસરૂપે પરિણમેલ ઔદારિકશરીર-વૈક્રિયશરીર-આહારકશરીર યોગ્ય પુદ્ગલોરૂપ આહારને યથાસંભવ રસ-લોહી-માંસ-મેદ-હાડકા-મજ્જા-વીર્યરૂપ સાત ધાતુ તરીકે પરિણમાવે તે શરીરપર્યાપ્તિ. ૩) ઇન્દ્રિયપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ધાતુ રૂપે પરિણમેલ આહારમાંથી ૧,૨,૩,૪ અને ૫ ઈન્દ્રિયોને યોગ્ય પગલોને ગ્રહણ કરીને તે તે ઇન્દ્રિયરૂપે પરિણમાવીને તેમને અવલંબીને તે તે વિષયોને જાણવા સમર્થ બને તે ઇન્દ્રિય પર્યાપ્તિ. ૪) પ્રાણપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ઉચ્છવાસ-નિઃશ્વાસયોગ્ય દલિકોને ગ્રહણ કરીને, તેમને પરિણાવીને, તેમને અવલંબીને છોડવા સમર્થ બને તે પ્રાણપર્યાપ્તિ. ૫) ભાષાપર્યાપ્તિ - જે શક્તિથી જીવ ભાષાયોગ્ય દલિકોને ગ્રહણ કરીને, તેમને ભાષા તરીકે પરિણમાવીને, તેમને અવલંબીને છોડે તે ભાષાપર્યાપ્તિ. ૬) મનપર્યાપ્તિ - જે શક્તિથી જીવ મનોવર્ગણાના દલિકોને ગ્રહણ કરીને, તેમને મન તરીકે પરિણાવીને, તેમને અવલંબીને વિચારવાને સમર્થ થાય તે મનપર્યાપ્તિ.
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy