SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય પ્રભાવક, મહારાષ્ટ્રાદિ દેશોદ્ધારક, દીક્ષાયુગ પ્રવર્તક, જૈન શાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ જેવા ૧૦૮થી ય વધુ સાર્થક બિરૂદોને પામી જૈન શાસનને આરાધના, પ્રભાવના અને સુરક્ષાના ત્રિવેણી સંગમથી પરિસ્નાત કરતા રહ્યા, કટ્ટરમાં કટ્ટર વિરોધી વર્ગને પણ વાત્સલ્યથી નિહાળતા અને પોતાના પ્રત્યે ગંભીર ગુનો આચરનારને પણ ઝટ ક્ષમાનું દાન કરતા તેઓશ્રીએ પોતાના ૭૭-૭૮ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયમાં મુખ્યત્વે દીક્ષાધર્મની સર્વાગીણ સુરક્ષા-સંવર્ધન કરી એનાં બીજ એવાં સુનક્ષત્રમાં વાવ્યાં કે તેઓશ્રીના નામ સાથે પુણ્ય સંબંધ ધરાવતા એક જ સમુદાયમાં આજે આશરે ૧૪૦૦ જેટલા સંયમીઓ સાધનારત છે. અન્ય અન્ય સમુદાયો, ગચ્છો અને સંપ્રદાયોમાં દીક્ષા-પ્રવૃત્તિના વેગમાં પણ તેઓશ્રીમદ્ અસામાન્ય કારણરૂપ છે એમ કોઈપણ નિષ્પક્ષપાતીને કહ્યા વિના ચાલે તેમ નથી. પૂજ્યપાદ શ્રીજીના દીક્ષા સ્વીકારની ક્ષણ વિ.સં. ૨૦૧૮ના પોષ સુદ ૧૩ના દિને “શતાબ્દી'માં મંગલ પ્રવેશ કરી હતી અને પૂરા વર્ષભર એ નિમિત્તે દીક્ષા ધર્મની પ્રભાવનાનાં વિધવિધ અનુષ્ઠાનોની હારમાળા સર્જાઈ રહી છે. શાશ્વત ગિરિરાજ શ્રી સિદ્ધગિરિ પાલીતાણા ખાતે “સૂરિરામચંદ્ર' સામ્રાજ્યના મોવડી પૂજ્યો ગચ્છસ્થવિર પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજા, વાત્સલ્યનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજા, ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા, પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા આદિ દશાધિક સૂરિવરો, પદસ્થો, શતાધિક મુનિવરો અને પંચશતાધિક શ્રમણીગરોની નિશ્રા-ઉપસ્થિતિમાં પંચ દિવસીય મહામહોત્સવના આયોજન સાથે પ્રારંભાયેલ “દીક્ષા-શતાબ્દી'ની ભારતભરમાં અનેક સ્થળે ભાવસભર ઉજવણી થઈ છે અને થઈ રહી છે. પૂજ્યશ્રી સાથે સંકળાયેલાં સ્મૃતિ સ્થાનો-તીર્થોમાં પણ વિધવિધ ઉજવણીઓ આયોજાયેલ છે. સમુદાયના અન્ય અન્ય સૂરિવરો આદિની નિશ્રા-ઉપસ્થિતિમાં ય રાજનગર, સુરત, મુંબઈ વગેરે સ્થળોમાં પ્રભાવક ઉજવણીઓનાં આયોજનો થયા અને થઈ રહ્યાં છે. આ સર્વે ઉજવણીઓના શિરમોર અને સમાપન રૂપે પૂજ્યપાદશ્રીજીનાં દીક્ષા સ્થળ શ્રી ગંધારતીર્થના આંગણે વધુમાં વધુ સંખ્યામાં ચતુર્વિધ શ્રીસંઘને આમંત્રી દિગદિગંતમાં ગાજે એવો દીક્ષાદુંદુભિનો પુણ્યઘોષ કરવાનો ય મનસૂબો ગુરુભક્તો અને સમિતિ સેવી રહ્યા છે. દીક્ષા શતાબ્દી વર્ષમાં જિનભક્તિ, ગુરુભક્તિ, સંઘ-શાસન ભક્તિનાં વિવિધ અનુષ્ઠાનો જેમ યોજવાનાં છે તેમ વધુમાં વધુ સંખ્યામાં મુમુક્ષુઓ મહાત્માઓ બને એવા દીક્ષા-મહોત્સવો પણ યોજવાના છે. સાથોસાથ જ્ઞાન સુરક્ષાવૃદ્ધિ, અનુકંપા અને જીવદયાદિનાં સંગીન કાર્યો કરી પુજ્યપાદશ્રીજીની આજ્ઞા સામ્રાજ્યને આદરભરી અંજલી સમર્પવાની છે. આ મહદ્ યોજનાના જ એક ભાગરૂપે પ્રાચીન-અર્વાચીન ગ્રુત-પ્રકાશનનું સુંદર અને સુદઢ કાર્ય હાથ ઉપર લેવાયું છે. સૂરિરામચન્દ્ર સામ્રાજ્યના વર્તમાન ગચ્છાધિપતિ પ્રવચન પ્રદીપ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાશીર્વાદને ઝીલી પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના શાસ્ત્રીય માર્ગદર્શન અનુસાર વિવિધ શ્રતરત્નોનું પ્રકાશન શાસન શિરતાજ સૂરિરામચંદ્ર દીક્ષા શતાબ્દી ગ્રંથમાળાના' ઉપક્રમે નિર્ધાર્યું છે, તેના સત્યાવીશમા પુષ્પરૂપે
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy