SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमं परिशिष्टम् ४२७ सम्मद्दिट्ठिस्सवि अविरयस्स न तवो बहुफलो होइ। हवइ हु हथिण्हाणं चुंदच्छिययं व तं तस्स ।।२६१।। અવિરત સમ્યગ્દષ્ટિ આત્માને તપધર્મ હાથીના સ્નાનની જેમ તથા શારડીની જેમ, બહુ ફળ આપનારો થતો નથી. જેમ હાથી સ્નાન કરીને શરીર ઉપર ધૂળ નાંખે છે અને શરીર મલીન થાય છે તેમજ શારડીમાં પણ એક તરફથી દોરી છુટતી જાય અને બીજી તરફથી વિંટળાતી જાય છે, તેમ અવિરત સમ્યગ્દષ્ટિ આત્માનો આત્મશુદ્ધિનો પ્રયત્ન હોવા છતાં અવિરતિના યોગે જોઈએ તેવી શુદ્ધિ થતી નથી. ૨૬૧ चरणकरणेहिं रहिओ न सिज्झई सुट्ठसम्मदिट्ठी वि। जेणागमंमि सिट्ठो रहंधपंगूण दिटुंतो।।२६२।। જેમ રથ પણ બે ચક્રો વિના ચાલી શકતો નથી અને જેમ એકલો આંધળો કે પાંગળો માણસ જંગલને ઓળંગી શકતો નથી તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પણ ચરણ અને કરણથી વિકલ હોય તો મુક્તિ પામી શકતો નથી. ૨૬૨ वय समणधम्म संजम वेयावञ्चं च बंभगुत्तीओ। नाणाइतियं तव कोहनिग्गहा इई चरणमेयं ।।२६३।। पिंडविसोही समिई भावण पडिमा य इंदियनिरोहो । पडिलेहण गुत्तीओ अभिग्गहा चेव करणं तु।।२६४।। ચરણસિત્તરિ : પાંચ મહાવ્રતો, દશવિધ શ્રમણધર્મ, સત્તર પ્રકારનું સંયમ, દશ પ્રકારની વૈયાવૃત્ય, નવ પ્રકારની બ્રહ્મગુપ્તિ, જ્ઞાનાદિત્રિક બાર પ્રકારનો તપ અને ક્રોધાદિ કષાયનો નિગ્રહ આ સિત્તેર પ્રકારની ચરણસિત્તરી મૂલગુણ રૂપ છે. ૨૬૩ કરણસિત્તરી : પિંડ આદિ ચારની વિશુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવના, બાર પ્રકારની પ્રતિમા, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, પચ્ચીશ પ્રકારની પ્રતિલેખના, ત્રણ ગુપ્તિ અને દ્રવ્યાદિ ચાર અભિગ્રહો આ પ્રમાણે સિત્તેર પ્રકારની કરણસિત્તરી ઉત્તરગુણ રૂપ છે. ૨૬૪ सम्मग्गस्स पयासगं इह भवे नाणं तवो सोहणं, कम्माणं चिरसंचियाण निययं गुत्तीकरो संजमो । बोधब्बो नवकम्मणो नियमणे भावेह एवं सया; एसिं तिण्हवि संगमेण भणिओ मोक्खो जिणिंदागमे।।२६५।। આ લોકમાં જ્ઞાનગુણ સન્માર્ગનો પ્રકાશક છે, તપ ગુણ ચિરકાળથી એકઠાં થયેલ કર્મોની શુદ્ધિ
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy