SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० दर्शनद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम एगस्स दुण्ह तिण्हव संखिज्जाण व न पासिउं सक्का । दीसंति सरीराइं पुढविजियाणं असंखेज्जा।।२२० ।। પૃથ્વીકાયના એક, બે, ત્રણ-ચાવતું સંખ્યાતા જીવોનાં શરીર એકઠાં થાય તો પણ તે જોઈ શકાતા નથી, પણ અસંખ્યાતા શરીરો ભેગા થાય ત્યારે આપણને દેખાય છે. ૨૨૦ आऊतेऊवाऊ एसिं सरीराणि पुढविजुत्तीए । दीसंति वणसरीरा दीसंति असंख संखेज्जा ।।२२१।। પૃથ્વીકાયની જેમ અમુકાય તેજસકાય અને વાયુકાય એ ત્રણેયનાં અસંખ્યાતા શરીરો ભેગાં થાય ત્યારે જ દેખાય છે, તથા વનસ્પતિકાયના જીવો અસંખ્યાતા શરીરો ભેગાં થાય તો પણ દેખાય છે અને સંખ્યાતા શરીર હોય તો પણ દેખાય છે. ૨૨૧ बावीसइं सहस्सा सत्तसहस्साइं तिन्निऽहोरत्ता । वाए तिनि सहस्सा दसवाससहस्सिया रुक्खा।।२२२ ।। संवच्छराणि बारस राइंदिय हुंति अउणपत्रासा । छम्मास-तिनि-पलिया पुढवाईणं ठिउक्कोसा ।।२२३ ।। પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ હજાર વર્ષનું છે, અપકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર વર્ષનું છે, અગ્નિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્રનું છે, વાયુકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષનું છે. વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ હજાર વર્ષનું છે, બેઈન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વર્ષનું છે, તેઇન્દ્રિય જીવોનું ઓગણપચાસ અહોરાત્રિનું છે, ચતુરિન્દ્રિય જીવોનું છ મહિનાનું છે અને પંચેન્દ્રિય પ્રાણીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે. આ પ્રમાણે પૃથ્વીકાયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ સિદ્ધાંતમાં કહી છે. ૨૨૨-૨૨૩ अस्संखोसप्पिणिसप्पिणीओ एगिदियाण उ चउण्हं । ता चेव उ अणंता वणस्सईए उ बोधव्वा।।२२४ ।। પૃથ્વી આદિ ચાર એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી છે અને વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી જાણવા યોગ્ય છે. ૨૨૪ gિ -ની-વ -તે-પણા તદેવ સુદ छल्लेसा खलु एया जीवाणं हुंति वित्रेया।।२२५ ।। લેશ્યા વિચાર : કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ આ પ્રમાણે છે વેશ્યાઓ જીવોની જાણવા યોગ્ય છે. ૨૨૫
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy