SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमं परिशिष्टम् o , પાત્ર વિચાર : શ્રી જિનેશ્વર ભગવંતોએ સાધુઓને આધાકર્માદિ દોષથી રહિત તથા ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ભેદથી ભિન્ન તુંબડાનું, લાકડાનું કે માટીનું પાત્ર વાપરવાનું ફરમાવ્યું છે. ૧૩૫ एसा चउक्कसोही निविट्ठा जिणवरेहिं सव्वेहिं । एयं जहसत्तीए कुणमाणो भन्नए साहू।।१३६ ।। સાધુ-અસાધુ વિચાર : સર્વ તીર્થકર ભગવંતોએ આ ઉપર્યુક્ત ચાર પ્રકારની શુદ્ધિ બતાવી છે, તે શુદ્ધિઓને યથાશક્તિ આચરનાર આત્મા જ સાધુ કહેવાય. ૧૩૬ उद्दिटुकडं भुंजइ छक्कायपमद्दणो घरं कुणइ । पञ्चक्खं च जलगए जो पियइ कहं नु सो साहू।।१३७।। जे संकिलिट्ठचित्ता मायट्ठाणंमि निच तल्लिच्छा । आजीविगभयघत्था मूढा नो साहुणो हुँति ।।१३८।।। જે કોઈ, સાધુને ઉદ્દેશીને બનાવેલા આહાર આદિનો ઉપયોગ કરે છે, ષકાયનું મર્દન કરીને ઘર બનાવે છે તથા પ્રત્યક્ષ પાણીમાં રહેલા અખાયાદિ જીવોને પીએ છે, તેને સાધુ કેવી રીતે કહેવાય ? આ દોષનું સેવન કરનારને સાધુ કહી શકાય નહિ. ૧૩૭ વળી જેઓ રાગાદિથી સંફિલષ્ટ ચિત્તવાળા હોય, માયાના સ્થાનોમાં લુબ્ધ બનેલા હોય અને આજીવિકાનો નાશ થવાના ભયથી ભયભીત હોય, મોહથી મૂઢ તેઓ ખરેખર સાધુ નથી. કારણ કે મોહમૂઢ આત્માઓમાં સાધુતા હોતી નથી. ૧૩૮ सीलंगाण सहस्सा अट्ठारस जे जिणेहिं पन्नत्ता । जो ते धरेइ सम्मं गुरुबुद्धी तम्मि कायव्वा।।१३९ ।। શ્રી જિનેશ્વરોએ શીલગુણના જે અઢાર હજાર અંગો પ્રરૂપ્યાં છે, તે અંગોને જેઓ સારી રીતે ધારણ કરે, તે જ સાધુ છે અને એવા સાધુને જ ગુરુ તરીકે માનવા. ૧૩૯ ऊणत्तं न कयाइ वि इमाण संखं इमं तु अहिगिञ्च । जं एयधरा सुत्ते निद्दिट्ठा वंदणिज्जाओ।।१४०।। દરેક કાળમાં આ શીલના અઢાર હજાર ગુણના પ્રમાણની સંખ્યાને એક સરખી સ્વીકારી છે. એમાં ન્યૂનતા દર્શાવી નથી માટે જે આત્માઓ આ અઢાર હજાર શીલના ગુણોને ધારણ કરનારા હોય, તે મહાત્માઓને જ પ્રતિક્રમણાધ્યયન શાસ્ત્રમાં વંદનીય કહ્યાં છે. ૧૪૦
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy