SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ३९२ दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम् पाणिवह मुसावाए अदत्तमेहुण परिग्गहे चेव । दिसिभोग दंड समय देसे तह पोसहविभागे ।। ६३ ।। પ્રાણિવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનું સ્થૂલથી વિરામરૂપ પાંચ અણુવ્રતો, દિશિપરિમાણ, ભોગોપભોગપરિમાણ અને અનર્થદંડ વિરતિરૂપ ત્રણ ગુણવ્રતો કહેવાય છે અને સામાયિક, દેશાવગાસિક, પૌષધ તથા અતિથિસંવિભાગ સ્વરૂપ ચાર શિક્ષાવ્રતો કહેવાય છે. ૬૩ खंतीय मद्दवज्जव मुत्ती तव संजमे य बोधव्वे | सनं सोयं आकिंचणं च बंभं च जइधम्मो । । ६४ ।। ૧-ક્ષાન્તિ-ક્ષમા, ૨-મૃદુતા-કોમળપણું, ૩-આર્જવ-સરળતા, ૪-મુક્તિ-નિર્લોભતા, ૫-તપ, ૬-સંયમ, ૭-સત્ય, ૮-શૌચ, ૯-આકિંચન અને ૧૦-બ્રહ્મચર્ય આ દશ પ્રકારનો સાધુધર્મ કહેવાય છે. ૬૪ रणत्थि विथोवा तद्दायारो वि जह उ लोगंमि । इय सुद्धधम्मरयणत्थिदायगा दढयरं नेया । । ६५ ।। જેમ લોકમાં પણ રત્નોના અર્થી પુરુષો અને રત્નોનો વ્યાપાર કરનારા વેપારીઓ થોડા હોય છે, તેમ શુદ્ધ ધર્મરૂપ રત્નના અર્થી અને દાતા પણ ઘણા જ ઓછા હોય છે. ૬૫ धम्मरयणस्स जोगो अक्खुद्दो रूववं पगइसोमो । लोयपिओ अकूरो भीरू असढो सुदक्खिनो ।। ६६ ।। लज्जालुओ दयालू मज्झत्थो सोमदिट्ठि गुणरागी । सकह- -સુવવધનુત્તો સુવી વંસી વિશેસરૢ ।।૬૭।। वुड्डाणु विणीओ कन्नुओ पर हियत्थकारी य । तह चेव लद्धलक्खो इगवीसगुणेहिं संजुत्तो ।।६८ ।। એકવીશ ગુણોથી યુક્ત આત્મા ધર્મરત્નને પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે. તે એકવીશ ગુણો આ મુજબ છે ઃ ૧-ગંભીર હૃદયવાળો, ૨-રૂપવાન્, ૩-સ્વભાવથી જ આનંદદાયી (સૌમ્ય પ્રકૃતિવાળો) ૪-વિનયાદિ ગુણોથી લોકમાં પ્રિય, ૫-અક્રૂર, ૬-પાપસમૂહથી ડરનારો, ૭-સ૨ળ આશયવાળો, ૮-સુદાક્ષિણ્યવાન્, ૯લજ્જાળુ, ૧૦-દયાળુ, ૧૧-મધ્યસ્થ, ૧૨-સૌમ્ય દૃષ્ટિવાળો, ૧૩-ઔચિત્ય આદિ ગુણોનો અનુરાગી, ૧૪-સારી જ વાત કરનારો, સારી પ્રતિજ્ઞાવાળો, ૧૫-સુદીર્ઘદર્શી, ૧૬-વિશેષજ્ઞ, ૧૭-જ્ઞાનાદિ ગુણોથી વૃદ્ધ એવા પુરુષોને અનુસ૨ના૨ો, ૧૮-વિનીત, ૧૯-કૃતજ્ઞ, ૨૦-પરોપકાર કરવાના સ્વભાવવાળો અને ૨૧-સર્વ શુભ અનુષ્ઠાનોમાં કુશળ આ રીતે ધર્મતત્ત્વને પામવા માટે એકવીશ ગુણો અનિવાર્ય છે. ૬૬, ૬૭, ૬૮
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy