SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ दर्शनद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम् પુષ્પ, નૈવેદ્ય અને સ્તુતિના ભેદથી જિનપૂજા ત્રણ પ્રકારની છે અને પરમેશ્વરની છબસ્થાવસ્થા, કેવલિઅવસ્થા અને સિદ્ધાવસ્થા એમ અવસ્થા ત્રણ પ્રકારની છે. ૩૭ વળી વર્ણ, અર્થ અને આલંબનરૂપ વર્ણાદિ ત્રિતય છે, મન, વચન અને કાયાની એકાગ્રતાથી થતુ પ્રણિધાન પણ ત્રણ પ્રકારનું છે. ૩૮ અહીં ચૈત્યવંદનામાં યોગમુદ્રા વિગેરે ત્રણ પ્રકારની મુદ્રાઓ જાણવી. કારણ કે આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. રચિત પંચાશક ગ્રંથમાં પણ આ પ્રમાણે કહ્યું છે. ૩૯ पंचंगो पणिवाओ थयपाठो होइ जोगमुद्दाए । वंदण जिणमुद्दाए पणिहाणं मुत्तसुत्तीए ।।४०।। दो जाणू दोनि करा पंचमगं होइ उत्तमंगं तु । सम्मं संपणिवाओ नेओ पंचंगपणिवाओ ।।४१।। अन्नोनंतरियंगुलिकोसागारेहिं दोहिं हत्थेहिं । पिट्टोवरिकुप्परसंठिएहिं तह जोगमुद्दत्ति ।।४२।। चत्तारि अंगुलाई पुरओ ऊणाई जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो एसा पुण होइ जिणमुद्दा ।।४३।। मुत्तासुत्तीमुद्दा समा जहिं दो वि गब्भिया हत्था । ते पुण निलाडदेसे लग्गा अन्ने अलग्गत्ति ।।४४।। પંચાંગ પ્રણિપાત અને શક્રસ્તવ યોગમુદ્રા વડે થાય છે, ચૈત્યવંદન જિનમુદ્રાથી થાય છે અને પ્રણિધાનત્રિક મુક્તાસુક્તિ મુદ્રાથી થાય છે. ૪૦ બે હાથ, બે પગ અને મસ્તક એ પાંચ અંગ છે, એ પાંચેય અંગ ભેગાં કરીને જે ભક્તિપૂર્વક પ્રણામ થાય તેને પંચાંગ પ્રણિપાત કહેવાય. ૪૧ એકબીજી સાથે ભેગી કરેલી આંગળીઓ વડે કમળના કોશના (ડોડાના) આકારવાળા તથા પેટ ઉપર કોણી રાખેલા બે હાથ વડે થયેલા આકારવાળી મુદ્રાને યોગમુદ્રા કહેવાય. ૪૨ જે મુદ્રામાં પગની આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અંતર હોય અને પાછળના ભાગમાં ચાર આગળ કરતાં કંઈક ઓછું અંતર હોય, તેને જિનમુદ્રા કહેવાય. ૪૩ જેમાં બન્નેય હાથ સરખા એટલે સામસામી આંગળીઓ આવે તેમ ગર્ભિત એટલે મોતીની છીપની જેમ રાખીને લલાટને અડાડેલા હોય તેને મુક્તાશક્તિ મુદ્રા કહેવાય. અન્ય આચાર્યના મતે હાથ લલાટે અડાડેલા નહોય તો પણ તે મુક્તાશુક્તિ મુદ્રા કહેવાય છે. ૪૪
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy