SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ३८४ दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम દ્રવ્યો શુદ્ધ હોવા જોઈએ. તેનું કાર્ય કરનારા નોકરોને ઠગવા ન જોઈએ. આત્માના શુદ્ધ અધ્યવસાયની વૃદ્ધિ કરવી જોઈએ અને જયણાનું પાલન કરવું જોઈએ. ૧૭ अहिगारिणा इमं खलु कारेयव्वं विवज्जए दोसो । आणाभंगाउ चिय धम्मो आणाए पडिबद्धो ।।१८।। અધિકારી વ્યક્તિએ જ જિનમંદિરના નિર્માણના કાર્યમાં પ્રવૃત્ત બનવું જોઈએ. અનધિકારી આત્મા જો જિનમંદિર બંધાવે તો જિનાજ્ઞાનો ભંગ થાય છે અને આજ્ઞાનો ભંગ થવાથી પાપબંધ રૂપ મહાદોષ થાય છે, ધર્મ તો જિનાજ્ઞાની સાથે જ સંકળાયેલો છે. ૧૮ तित्थगराणा मूलं नियमा धम्मस्स तीए वाघाए । किं धम्मो किमहम्मो मूढा नेयं वियारंति ।।१९।। શ્રી તીર્થંકરદેવની આજ્ઞા એ નિયમા ધર્મનું મૂળકારણ છે અને તેનો ભંગ અધર્મનું મૂળ છે. ધર્મ શું છે ? અને અધર્મ શું છે ? તેનો વિભાગ વિવેકદૃષ્ટિ વિનાના મૂઢ માણસો કરી શકતા નથી. ૧૯ आराहणाए तीए पुत्रं पावं विराहणाए उ । एयं धम्मरहस्सं विनेयं बुद्धिमंतेहिं ।।२०।। શ્રી જિનાજ્ઞાની આરાધનાથી પુણ્યબંધ થાય છે અને આજ્ઞાની વિરાધનાથી પાપબંધ થાય છે. આજ ખરેખર ધર્મનું રહસ્ય છે એમ બુદ્ધિમાન પુરુષોએ સમજવું જોઈએ. ૨૦ अहिगारी उ गिहत्थो सुहसयणो वित्तसंजुओ कुलजो । अक्खुद्दो धिइबलिओ मइमं तह धम्मरागी य ।।२१।। જિનમંદિરના નિર્માણનો અધિકારી : ૧-સારાં સ્વજનવાળો, ૨-ધનવાન, ૩-કુલવાન, ૪-અશુદ્ર (અકૃપણ અથવા અર), પ-લૈર્યશક્તિશાળી, ૬-બુદ્ધિશાળી અને ૭-ધર્મનોરાગી ગૃહસ્થ શ્રાવક જિનમંદિરના નિર્માણનો અધિકારી છે. ૨૧ निप्फाइऊण एवं जिणभवणं सुंदरं तहिं बिंबं । विहिकारियमह विहिणा पइट्ठविज्जा लहुं चेव ।।२२।। જિનબિંબની પ્રતિષ્ઠા : જિનમંદિરનું નિર્માણ કર્યા પછી તેમાં વિધિપૂર્વક કરાવેલ મનોહર શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા શીવ્રતયા વિધિપૂર્વક કરવી જોઈએ. ૨૨
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy