SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ અધ્યાત્મોપનિષત્પકરણ 488 सम्यग्दृष्टिचेष्टा मोक्षफला 8 दारुयन्त्रस्थपाञ्चालीनृत्यतुल्याः प्रवृत्तयः । योगिनो नैव बाधायै ज्ञानिनो लोकवर्तिनः ॥३३॥ इयं कारिका अध्यात्मसारेऽपि (५/३३) वर्तत इत्यवधेयम् । दारुयन्त्रस्थपाञ्चालीनृत्यतुल्याः = काष्ठनिर्मितयन्त्रसंलग्नपुत्तलिकानर्तनसदृशाः हर्ष-शोकादिशून्याः प्रवृत्तयः = लौकिक्यो भोजनवस्त्राच्छादनादिचेष्टाः लोकवर्तिनः सदेहस्य ज्ञानिनः = सम्यग्दृष्टेः योगिनः = मोक्षयोजकसदनुष्ठानशालिनः नैव बाधायै = कर्मबन्धाय स्युः, तासां कर्मोदयमात्रप्रेरितत्वात् निर्जरामात्रफलकत्वाच्च । तदुक्तं समयसारे → उवभोगमिंदियेहिं दव्वाणमचेदणाणमिदराणं । जं कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ।।१९३।। <- इति । भगवद्गीतायामपि -> कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि । योगिनः कर्म कुर्वन्ति સઉં ત્યવત્વSSત્મશુદ્ધ || <– (૬/૨૨) રૂત્યુમ્ | તટુ મામેરો ગગૃતત્તેTIf > तज्झानस्यैव सामर्थ्यं विरागस्यैव वा किल । यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते ॥१३४।। <– રૂતિ | वस्तुतस्तु मोक्षाकांक्षाव्याप्तचित्तत्वात् सम्यग्दृष्टेर्या या चेष्टा सा सा मोक्षपर्यवसानफला, चित्तपरिणामानुरूपफलत्वात् सर्वव्यापाराणाम् । इदमेवाभिप्रेत्य योगबिन्दौ → भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे શ્લોકાર્ચ - લોકમાં રહેલ જ્ઞાની એવા યોગી પુરૂષની પ્રવૃત્તિઓ, લાકડાના યંત્રમાં રહેલી પૂતળીઓના નૃત્ય જેવી છે કે જે તેમને બાધક બનતી નથી. (૨/33) » જ્ઞાનીની પ્રવૃત્તિ યાંત્રિક પૂતળીના નૃત્ય જેવી ૮. ઢીકાર્ય :- આ ગાથા અધ્યાત્મસાર પ્રકરણમાં પણ આવે છે આ વાત ખ્યાલમાં રાખવી. જેમ લાકડાથી બનાવેલ યંત્રમાં રહેલી પૂતળીઓ નાચે છે તેમાં તે પૂતળીઓને કોઈ હર્ષ કે શોક નથી તે રીતે લોકમાં રહેલ સદેહી સમકિતી આત્મજ્ઞાની એવા યોગી પુરૂષ, કે જે મોક્ષયોજક સદનુકાનોથી શોભે છે તેમને દેહના નિર્વાહ સાથે સંકળાયેલી ભોજન, વસ્ત્રઆચ્છાદન વગેરે લૌકિક પ્રવૃત્તિઓ કર્મબંધ માટે બનતી જ નથી. કેમ કે તે ચેષ્ટાઓ કેવળ કર્મના ઉદયથી જ પ્રેરિત છે અને તેનું ફળ કેવળ નિર્જરા છે. તથા તે સ્થળે કર્મ બંધાય તે ઈરાદાપૂર્વકનો પ્રયત્ન પુરૂષમાં હોતો નથી. સમયસાર ગ્રંથમાં જણાવેલ છે કે > સમ્યગદષ્ટિ જીવ જે ઈન્દ્રિયો વડે અચેતન અને ચેતન દ્રવ્યનો ઉપભોગ કરે છે તે બધું નિર્જરાનું નિમિત્ત છે. <– ભગવદગીતામાં જણાવેલ છે કે – > યોગીઓ શરીરથી, મનથી, બુદ્ધિથી કે કેવળ ઈન્દ્રિયોથી પણ જે કિયા કરે છે તે સંગ છોડીને આત્મવિશુદ્ધિ માટે જ કરે છે. <– અમૃતચંદ્રાચાર્યએ પણ સમયસાર ગ્રન્થની આત્મખ્યાતિ નામની ટીકામાં જણાવેલ છે કે – ખરેખર તે સામર્થ્ય જ્ઞાનનું જ છે અથવા વૈરાગ્યનું સામર્થ્ય જ છે કે કર્મને ભોગવવા છતાં પણ કર્મ વડે કોઈ બંધાતો નથી. <– જ સમકિતી આશ્રવને સંવર બનાવે જ વસ્તુ છે. વાસ્તવમાં તો સમદૃષ્ટિનું ચિત્ત મોક્ષની આકાંક્ષાથી વ્યાપ્ત હોવાના લીધે સમકિતીની જે જે પ્રવૃત્તિઓ હોય છે તે તે છેવટે મોક્ષસ્વરૂપ ફળને આપે છે. કેમ કે સર્વ પ્રવૃત્તિઓનું ફળ ચિત્તની વૃત્તિને જ અનુરૂપ હોય છે. આ જ અભિપ્રાયથી યોગબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે – જેણે ગ્રંથિભેદ કરેલ છે તેવા સમકિતીનું ૧. આજે જૈનોના વરઘોડામાં જે ઈંદ્રરાજાની ગાડી નીકળે છે તેમાં રહેલી ઈંદ્રધ્વજામાં લાકડાની પૂતળીઓ અલગ અલગ નૃત્યના હાવભાવને વર્તુળ આકારે ફરીને છે. તે અહીં પ્રતિક રૂપે સમજી લેવું. 'કટપૂતળીનો ખેલ’ આનું બીજું દષ્ટાંત જાણવું.
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy