SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ मार्गणास्थानादिकमात्मनि व्यवहारमात्रेणास्ति ૨૧૫ અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૨૮ वा विद्यमानमनाहारत्वं न सिद्धात्मनि विद्यत इत्यपि ज्ञापितम् । गुणस्थान - मार्गणास्थानाऽप्रतिबद्धं सत् आत्मस्वभावभूतमेव केवलज्ञानानाहारत्वादिकं सिद्धात्मनि स्वीक्रियते । उपलक्षणात् मार्गणास्थानाऽविनाभाविवर्ण- गन्ध-रस-शब्द- देह- संस्थानादिसंस्पर्शाभावोऽपि परमात्मनि बोध्यः । तदुक्तं समयसारे जीवस्स णत्थि वण्णो णवि गंधो णवि रसो णवि य फासो । णवि रूवं ण सरीरं णवि संठाणं णवि संहणणं ॥ ५० ॥ जीवस्स णत्थि वग्गो ण वग्गणा णेव फड्ढया केई । णो अज्झप्पट्ठाणा णेव य अणुभायठाणाणि ॥ ५२ ॥ जीवस्स णत्थि केई जोयट्ठाणा ण बंधठाणा वा । व य उदयट्ठाणा ण मग्गणट्ठाणया केई || ५३ || णो ठिइबंधट्ठाणा जीवस्स ण संकिलेसठाणा वा । णेव विसोहिट्ठाना णो संजमलद्धिट्ठाणा वा ॥ ५४|| णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अत्थि जीवस्स । जेण दु एदे सव्वे पुग्गलदव्वस्स परिणामा ||५५ | ववहारेण दु एदे जीवस्य हवंति वण्णमादीया । गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ||५६|| <– इति । अध्यात्मबिन्दौ अपि → बन्धोदयोदीरणसत्त्वमुख्याः भावाः प्रबन्धः खलु कर्मणां स्यात् । एभ्यः परं यत्तु तदेव धामास्म्यहं परं कर्मकलङ्कमुक्तम् ॥ <- (१/१४) इत्युक्तम् । योगीन्दुदेवेनापि योगसारे मग्गण-गुणठाणाइ कहिया ववहारेण विणिदिट्ठि । નિચ્છવળર્ફે ગપ્પા મુરૢિ ખિમ પાવડુ મેટ્ટિ ાણ્ણા — હ્યુમ્ ॥૨/૨૮। દશા છે- એવું પણ નથી. તેમનામાં અણાહારી અવસ્થા છે જ. પણ તે આત્મસ્વભાવસ્વરૂપ છે, માર્ગણાસ્થાન સાથે તે સંકળાયેલ નથી. આ જ રીતે ગુણસ્થાનસાપેક્ષ કેવલજ્ઞાનાદિ તેમનામાં નથી. પરંતુ આત્મસ્વભાવભૂત કેવલજ્ઞાનાદિ તો છે જ. ઉપલક્ષણથી માર્ગણાસ્થાનમાં નિયત એવા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, દેહ, સંસ્થાન વગેરેનો પણ સંપર્ક પરમાત્મામાં નથી- આવું જાણવું. સમયસાર ગ્રંથમાં જણાવેલ છે કે —> જીવને વર્ણ નથી, ગંધ પણ નથી, રસ પણ નથી, અને સ્પર્શ પણ નથી, રૂપ પણ નથી, શરીર પણ નથી, સંસ્થાન પણ નથી, સંઘયણ પણ નથી. જીવને રાગ પણ નથી, દ્વેષ પણ નથી, મોહ પણ વિદ્યમાન નથી, પ્રત્યયો (આશ્રવો) પણ નથી, કર્મ પણ નથી, નોકર્મ (દેહાદિ) પણ નથી, જીવને વર્ગ (કર્મના રસની શક્તિઓનો સમૂહ) નથી, વર્ગણા નથી, કોઈ સ્પર્ધકો પણ નથી, અધ્યાત્મસ્થાનો પણ નથી, અનુભાગસ્થાનો પણ નથી. જીવને કોઈ યોગસ્થાનો પણ નથી અથવા બંધસ્થાનો પણ નથી, વળી ઉદયસ્થાનો પણ નથી, કોઈ માર્ગણાસ્થાનો પણ નથી, જીવને સ્થિતિ-બંધસ્થાનો પણ નથી, અથવા સંકલેશસ્થાનો પણ નથી, વિશુદ્ધિસ્થાનો પણ નથી અથવા સંયમલબ્ધિસ્થાનો પણ નથી. વળી જીવને જીવસ્થાનો પણ નથી અથવા ગુણસ્થાનો પણ નથી, કારણ કે આ બધા પુદ્ગલદ્રવ્યોના પરિણામ છે. વર્ણથી માંડીને ગુણસ્થાન સુધીના આ ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહાર નયથી તો જીવના છે, પરંતુ નિશ્ચય નયના મતમાં તેમાંના કોઈ પણ ભાવ જીવને નથી. —— અધ્યાત્મબિંદુ ગ્રંથમાં પણ બતાવેલ છે કે > બંધ, ઉદય, ઉદીરણા, સત્તા વગેરે ભાવો ખરેખર કર્મનો પ્રબંધ છે, આ બધા ભાવોથી જે સ્થાન અળગું છે તે જ ‘હું છું,' કે જે કર્મના કલંકથી મુક્ત છે અને શ્રેષ્ઠ છે. યોગીન્દુદેવે પણ યોગસારમાં જણાવેલ છે કે —> માર્ગણાસ્થાન અને ગુણસ્થાનનો વ્યવહારથી ઉપદેશ કરવામાં આવેલ છે. નિશ્ચય નયથી આત્માને તું સમજ, જેથી તું પરમેષ્ટિપદને પ્રાપ્ત કરી શકે. – (૨/૨૮)
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy