SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્રકરણ (પ્રકાશકીય નિવેદન) ડહીં અધ્યાત્મોપનિષદ્ ભાગ-૧ના પ્રકાશન બાદ અલ્પ સમયાવધિમાં સટીક-સાનુવાદ અધ્યાત્મોપનિષદ્ ભાગ-૨ જિજ્ઞાસુ વાચકવર્ગના કરકમલમાં ઉપસ્થિત થઈ રહ્યો છે તે ખૂબ આનંદનો વિષય છે. જીવન મુખ્યતયા બે પ્રકારનું જોવા મળે છે. ૧. આધ્યાત્મિક અને ૨. ભૌતિક. મોટા ભાગના જીવો વધુને વધુ ભૌતિક સામગ્રી કેવી રીતે ભેગી કરવી, તેને માટે જ દોડી રહ્યા હોય એવું લાગે. ભૌતિક સામગ્રી એ જ સુખ પરંતુ આ પ્રતીતિ ભ્રાંતિરૂપ છે. એ | દર્શાવતા મહર્ષિ પુરુષો જણાવે છે કે જ્યાં સુધી આત્મદર્શન થયું હોતું નથી ત્યાં સુધી “સંસાર એ સુખ'- એ ભ્રાન્તિ દૂર થતી નથી અને માટે જ આત્મદર્શનની આકાંક્ષા ધરાવનારાઓએ અધ્યાત્મમાર્ગ વિકાસ સાધવો જ રહ્યો. મંજિલ તરફ પ્રયાણ કરવા ઈચ્છતા મુસાફરી માટે દિશા-સૂચનનું પાટીયું ઉપસ્થિત ન હોય તો તે કમનસીબે ભૂલો પણ પડી | શકે છે અને માટે દિશા-સૂચનનું પાટીયું એવા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. તે જ રીતે અધ્યાત્મ-સાધકો માટે આ ગ્રંથ પણ ખૂબ ઉપયોગી છે. આત્મજ્ઞાની (=આત્માનુભવી) મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા. પ્રસ્તુત મૂળ ગ્રંથના કર્તા છે. તેના ઉપર વર્તમાનકાળના સંયમ–પ્રધાન, વિશિષ્ટ ક્ષયોપશમયુક્ત, વિદ્વાન મુનિશ્રી યશોવિજયજીએ “અધ્યાત્મ વૈશારદી-સંસ્કૃત ટીકા” અને “અધ્યાત્મપ્રકાશ' ગુર્જરભાવાનુવાદ તૈયાર કરેલ છે. “સવિ જીવ કરૂં શાસન રસી' એવા ભાવનાશીલ પરમાત્મા જેઓના એકમાત્ર પ્રાણ છે તેવા કુશાગ્રબુદ્ધિ, પદર્શનનિપુણમતિ, સર્વતોમુખી પ્રતિભાસંપન્ન એવા બે બે પદ0ો- (૧) પ.પૂ.આચાર્યશ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.પંન્યાસપ્રવર શ્રી જયસુંદરવિજયજી ગણિવર્ય દ્વારા સટીક-સાનુવાદ સાદ્યન્ત બને ભાગોનું સંશોધન થયું છે. આ બધી બાબતોને લઈ પ્રસ્તુત ગ્રંથ સોનામાં સુગંધ ભળે તેમ અનેક વિશેષતાઓથી યુક્ત બન્યો છે. ૧. ૧ ૨ અષ્ટાત્મતત્ત્વસ્થ દ્રષ્ટપ્રન્તિર્નિવર્તિતે II (મધ્યાત્મોપનિષદૂ. ૨/પૂર્વાર્ધ, ૨/૪ ૩ત્તર/દ્ધ) तेन आत्मदर्शनाकांक्षी ज्ञानेन अन्तर्मुखो भवेत् । ૨. હારે તો ગુરૂચરણ પસાથે અનુભવે દીલમાંહી પેઠો રે, ઋદ્ધિ-વૃદ્ધિ પ્રગટી ઘટમાંહી, આતમ રતિ હુઈ બેઠો રે ! (શ્રીપાળરાસ)
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy