SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ * आत्मनः तर्काद्यगोचरत्वम् ૧૯૬ तच्छ्रवण-मननादिविधानस्य स्व-परतन्त्रेषुपलब्धतया दीर्घकाल-नैरन्तर्य सत्काराऽऽसेवितैरात्मगौचरैः श्रवणमननादिभिः कालपरिपाकवशा-दात्मनोऽतीन्द्रियादृश्यानिर्वचनीयामननीय-विशुद्धस्वरूपमपरोक्षतयाऽनुभूयते । तदेव च शुद्धोपयोगरूपेणा-त्राभिमतम् । इदमेवाभिप्रेत्य अध्यात्मसारे → श्रुत्वा मत्वा मुहुः स्मृत्वा साक्षादनुभवन्ति ये । तत्त्वं न बन्धधीस्तेषामात्माऽबन्धः प्रकाशते ।। <-(१८/१७७) इत्युक्तमित्यवधेयम् /૨/૧૮ના વાગડમમસંવરમાવિરતિ > “ગપસ્યતિ | अपदस्य पदं नास्तीत्युपक्रम्यागमे ततः । उपाधिमात्रव्यावृत्त्या प्रोक्तं शुद्धात्मलक्षणम् ॥१९॥ __ ततः = अनात्मोपरक्तस्य शुद्धात्मद्रव्यस्य विरहात् अपदस्य = अनामिन आत्मनः वाचकं पदं = नाम नास्ति इति उपक्रम्य = आरभ्य उपाधिमात्रव्यावृत्त्या = शब्दवाच्यत्वलक्षणांशिकोपाधितोऽपि रहिततया शुद्धात्मलक्षणं आगमे = आचाराङ्गे प्रोक्तम् । तदुक्तं तत्र → सव्वे रसा नियटुंति तक्का જ જોવો, જાણવો, વિચારવો...” પરંતુ શુદ્ધ આત્મદ્રવ્ય ઈદ્રિયજન્યપ્રત્યક્ષ કે ચિંતન વગેરેનો વિષય નથી, છતાં પણ સાધક પાસે વર્તમાનમાં ઉપલબ્ધ ઇંદ્રિય અને મન વડે દૃઢતાપૂર્વક દીર્ધકાળ સુધી આદરસહિત આત્માને જ જોવા, જાણવા અને સમજવાનો પ્રયત્ન કરવાથી કાળક્રમે આત્માના અતીન્દ્રિય, અદશ્ય, અનિર્વચનીય, અમનનીય એવા વિશુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. આ જ નિર્વિકલ્પક શુદ્ધ ઉપયોગ છે. આ જ અભિપ્રાયથી અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે – વારંવાર સાંભળીને, વારંવાર વિચારીને, વારંવાર યાદ કરીને જેઓ આત્મતત્ત્વને સાક્ષાત અનુભવે છે. તેઓને “ હું બંધાઉં છું.' - આ પ્રમાણે આત્મામાં કર્મબંધની બુદ્ધિ થતી નથી. કારણ કે તે યોગીઓને કર્મબંધન્યપણાથી આત્માનો પ્રકાશ = સાક્ષાત્કાર થાય છે. <– આ વાત ખ્યાલમાં રાખવી. (૨/૧૮) પ્રસ્તુત વાતમાં જ આગમના સંવાદને ગ્રંથકારશ્રી પ્રગટ કરે છે. શ્લોકા :- તેથી “પદરહિત આત્માનું કોઈ પદ નથી.” આ પ્રમાણે ઉપકમ કરીને આગમમાં ઉપાધિમાત્રની વ્યાવૃત્તિથી શુદ્ધ આત્માનું લક્ષણ જણાવેલ છે. (૨/૧૯) ક અનામીનું નામ નથી ગ્રાફ ટીકાર્ચ - અનાત્માથી ઉપરકત = જડ પદાર્થથી કોઈ પણ શુદ્ધ આત્મદ્રવ્ય રંગાયેલ નથી. માટે અનામી એવા આત્માને વાચક કોઈ નામ નથી. આ પ્રમાણે ઉપકમ = શરૂઆત કરીને શબ્દવા–સ્વરૂપ આંશિક ઉપાધિથી પણ રહિતરૂપે શુદ્ધ આત્માનું લક્ષણ આચારાંગ નામના આગમમાં જણાવેલ છે. આચારાંગના પાંચમા અધ્યયનમાં કહેલું છે કે – શુદ્ધ આત્મદ્રવ્યમાં શબ્દની પ્રવૃત્તિ હોતી નથી. કારણ કે શુદ્ધ આત્માની એવી કોઈ પણ અવસ્થા નથી કે જે શબ્દ દ્વારા જણાવી શકાય. તેથી આત્માને આશ્રયીને સર્વ સ્વરો = શબ્દો પાછા ફરે છે. અર્થાત આત્મસંલગ્ન વા-વાચકભાવમાં શબ્દો પ્રવર્તતા નથી. તે આ મુજબ ઃ અર્થનું પ્રતિપાદન કરવામાં પ્રવર્તતા શબ્દો રૂપ, રસ, ગંધ કે સ્પર્શમાંથી કોઈ પણ વિષયનું સંકેત કાળમાં ભાન કરીને તેમાં કે તેને તુલ્ય એવા પદાર્થમાં પ્રવૃત્તિ કરે છે. પરંતુ શબ્દ વગેરેનું રૂપ, રસ વગેરે સ્વરૂપ પ્રવૃત્તિનિમિત્ત આત્મામાં નથી. તેથી શુદ્ધ આત્મદ્રવ્ય સ્વરૂપ મોક્ષ અવસ્થા શબ્દ દ્વારા જણાવી શકાતી નથી. એટલું જ કેવળ નથી પરંતુ એની વિચારણા પણ કરવી સંભવિત નથી. કારણ કે તે તર્કનો પણ વિષય નથી. તેમાં બુદ્ધિ (= મનોવ્યાપાર વિશેષ) પણ પ્રવૃત્તિ ન કરી શકે; કારણ કે મોક્ષ અવસ્થા
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy