SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ सालम्बनध्यानोत्तरं निरालम्बनध्यानम् ૧૯૨ शब्दानुवेधेन सविकल्पः पुनर्द्विधा || ६० | | कामाद्याः चित्तगा दृश्याः तत्साक्षित्वेन चेतनम् । ध्यायेद् दृश्यानुविद्धोऽयं समाधिः सविकल्पकः ||६१ || 'असङ्गः सच्चिदानन्दः स्वप्रभो द्वैतवर्जितः अस्मी' ति शब्दविद्धोऽयं समाधि : सविकल्पकः || ६२|| स्वानुभूतिरसावेशाद् दृश्यशब्दोपेक्षितुः । निर्विकल्पसमाधिः स्यात् निवातસ્થિતીપવત્ ।।કરા <← રત્યુત્તમ્ ાર/દ્દા સમાધિયમેવ નામાન્તરેળ વયિતિ —> ‘માવ’રૂતિ । आद्यः सालम्बनो नाम, योगोऽनालम्बनः परः । छायाया दर्पणाभावे, मुखविश्रान्तिसन्निभः । १७॥ आद्यः शुभोपयोगरूप-सविकल्पसमाधिः सालम्बनो नाम योग उच्यते । परः = द्वितीयः शुद्धोपयोगरूपनिर्विकल्पसमाधिः अनालम्बनो नाम योगः कथ्यते । अशुभोपयोगपरित्यागाय शुभालम्बनमवलम्ब्य सालम्बनयोगप्रकर्षेऽनालम्बनयोगः प्रादुर्भवति । तदुक्तं अध्यात्मसारे आलम्बनैः प्रशस्तैः प्रायो भावः प्रशस्त एव यतः । इति सालम्बनयोगी मनः शुभालम्बनं दध्यात् ।। सालम्बनं क्षणमपि, क्षणमपि कुर्यान् मनो निरालम्बम् । इत्यनुभवपरिपाकादाकालं स्यान्निरालम्बम् ॥ <- (૨૦/૨-૨૬) કૃતિ | માવત્નીસમાધિના બે ભેદ છે. દૃશ્યથી અનુવિદ્ધ સવિકલ્પ સમાધિ અને શબ્દાનુવિદ્ધ સવિકલ્પક સમાધિ. ચિત્તમાં રહેલ કામ, ક્રોધ વગેરે ‘દૃશ્ય’ કહેવાય છે. કામાદિ દશ્યભાવોના સાક્ષીરૂપે ચેતનનું જે ધ્યાન થતું હોય તે દૃશ્યાનુવિદ્ધ સવિકલ્પક સમાધિ કહેવાય છે. “હું અસંગ છું, સચ્ચિદાનંદમય છું, સ્વાત્મક પ્રભાસ્વરૂપ છું. ચૈતન્ય છું.' – આ પ્રમાણેની વિચારધારા શબ્દાનુવિદ્ધ સવિકલ્પક સમાધિ કહેવાય છે. સ્વાનુભૂતિના રસાસ્વાદના પ્રભાવથી દૃશ્ય અને શબ્દની ઉપેક્ષા કરનાર યોગીને નિર્વિકલ્પક સમાધિ પ્રાપ્ત થાય છે. પવનશૂન્ય સ્થાનમાં રહેલ દીપકની સ્થિર જ્યોતિ સમાન નિર્વિકલ્પક સમાધિ છે. – (૨/૧૬) ઉપરોક્ત બન્ને સમાધિને જ અન્ય નામ દ્વારા ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્થ :- પ્રથમ = સવિકલ્પક સમાધિ સાલંબન યોગ કહેવાય છે. અને નિર્વિકલ્પક સમાધિ અનાલમ્બન યોગ કહેવાય છે. તે દર્પણનો અભાવ થતાં છાયાની પ્રતિબિંબની મુખમાં વિશ્રાંતિ થાય તેના જેવી હોય છે. (૨/૧૭) * સાલંબન નિરાલંબન યોગ ઢીકાર્થ :- પ્રથમ = શુભ ઉપયોગ સ્વરૂપ સવિકલ્પક સાલંબન નામનો યોગ કહેવાય છે. અન્ય = દ્વિતીય શુદ્ધોપયોગ સ્વરૂપ નિર્વિકલ્પક સમાધિ અનાલંબન નામનો યોગ કહેવાય છે. અશુભ ઉપયોગના ત્યાગ માટે શુભ આલંબનનો ટેકો લઈને પ્રવર્તમાન એવો સાલંબન યોગ સવિકલ્પક સમાધિ જ્યારે પ્રકૃષ્ટ બને છે ત્યારે અનાલંબન યોગનો પ્રાર્દુભાવ થાય છે. અધ્યાત્મસાર ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ જ જણાવેલ છે કે —> પ્રશસ્ત આલંબનથી પ્રાયઃ પ્રશસ્ત એવા જ ભાવ થાય છે. એ કારણે સાલંબન યોગવાળા યોગી મનને શુભ આલંબનમાં રાખે. મનને ક્ષણવાર સાલંબન બનાવવું અને ક્ષણવાર નિરાલંબન કરવું - આ પ્રમાણે અનુભવદશાનો પરિપાક થવાથી મન સદા માટે નિરાલંબન થઈ જાય છે. – ભગવદ્ગીતામાં પણ > સંકલ્પોથી ઉત્પન્ન થયેલી સર્વ કામનાઓને સંપૂર્ણ ત્યજી મન વડે જ ઈંદ્રિયોના સમૂહને સર્વ તરફથી અંકુશમાં લઈને, ધીરજથી વશ કરેલી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને મનને આત્મામાં સારી રીતે સ્થિર કરી કંઈ પણ ચિંતવવું નહીં. ચંચળ તથા અસ્થિર મન જે (કારણ)થી બહાર નીકળી જાય, તે તે (કારણ)થી તેને રોકી આત્મામાં = = - =
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy