SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ तप्तलोहपदन्यासन्यायावतारः ૧૭૮ અધ્યાત્મોપનિષત્પ્રકરણ तत्त्वदृष्ट्यनुदयात् । सिद्धयोगस्य निष्पन्नाविरतसम्यग्दर्शनस्य निर्मलसम्यग्दर्शनबलेन अन्तः = आत्मनि सुखं सुखनिश्चयः । ‘आत्मन्येव सुखमस्ती' ति निश्चयात्मकं सम्यग्दर्शनलक्षणभूतमास्तिक्यं निश्चयत इत्थमेव सङ्गच्छते । बहिः दारादौ बाह्यपदार्थे दुःखं = दुःखसंवेदनं, बलवदनिष्टानुबन्धित्वनिश्चयात् । इत्थमेव तप्तलोहपदन्यासतुल्या भोगप्रवृत्तिः सम्यग्दृष्टेः सङ्गच्छते । = = = યદ્વા અન્તઃ = परिणामतो दुःखं = दु:खौघजनकं विषयादिकं बहिः अर्वाक् सुखं प्रतिभासते । इदञ्च परैः राजसं सुखमिष्यते । तदुक्तं भगवद्गीतायां विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोતમમ્। પરિનામે વિમિવ તત્સુવું રાખનાં મૃતમ્ | <← (૨૮/૨૮) કૃતિ । ‘અનાહારિત્વાઽમૂર્ત્તત્વ स्थैर्य-जागृति-स्वरूपरमणतादिस्वभावस्य मम एते भोजन - वस्त्राच्छादन- गमनागमन-निद्रा-परद्रव्यप्रवृत्त्यादयः આવી દશા સંભવી શકે છે. = = * તખ઼લોહપદન્યાસ ન્યાયવિચાર મોક્ષની સાથે આત્માને જોડી આપે તે યોગ કહેવાય. આ વ્યાખ્યા મુજબ શાસ્ત્રકારો સમ્યગ્દર્શનને પણ યોગ કહે છે. તેથી જેણે સમ્યગ્દર્શનસ્વરૂપ યોગ પ્રાપ્ત કરેલ છે તેવા ચોથા ગુણસ્થાનકે રહેલા અવિરતસમ્યગ્દષ્ટિ જીવને નિર્મળ સમ્યગ્દર્શનના બળથી આત્મામાં સુખનો નિશ્ચય થયેલો છે. આવું માનવાથી જ નિશ્ચય નયને અભિમત ‘આત્મામાં જ સુખ છે.’' આવા નિશ્ચય સ્વરૂપ આસ્તિયની સંગતિ થશે. આસ્તિય પણ સમ્યગ્દર્શન છે તે ખ્યાલમાં રાખવું. સમકિતી જીવને પત્ની, પરિવાર, પૈસા વગેરેમાં નિર્મળ સમ્યગ્દર્શનના પ્રભાવથી ‘આ બધા બળવાન અનિષ્ટને લાવનારા છે.” ‘“દુર્ગતિમાં ધકેલનારા છે.” ‘‘આત્મસુખથી વંચિત રાખનારા છે.'’‘‘ઉત્કૃષ્ટ ધર્મસાધનામાં અંતરાયરૂપ છે.” આવો નિશ્ચય થયેલ હોવાથી કંચન, કામિની વગેરેમાં દુ:ખનું જ સંવેદન થાય છે. જેમ ફાંસીને માચડે લટકાવવાની દશ મિનિટ પૂર્વે કેદીને ગુલાબજાંબુ ખવડાવવામાં આવે ત્યારે કેદીને ગુલાબ જાંબુની મીઠાશનું ઈન્દ્રિયસ્તરે - દેહસ્તરે ભાન થવા છતાં પણ તેને તેમાં દુ:ખનું જ સંવેદન થાય, કારણ કે તેની નજરની સામે ‘દશ મિનિટ પછી મારે ફાંસીના માચડે લટકવાનું છે.” આવું તરવરતું હોય છે. “આ ઝેરી લાડુ છે.” એવું જાણનાર સમજદાર માણસને કોઈક પરાણે તે લાડુ ખવડાવે ત્યારે તેને તે લાડુમાં જીભથી મીઠાશનો અનુભવ થવા છતાં પણ દુઃખની જ પ્રતીતિ હોય છે. માટે જ શાસ્ત્રમાં અવિરત સમકિતીની સંસારની સર્વ પ્રવૃત્તિ તમલોહપદન્યાસતુલ્ય જણાવેલ છે. તમલોહપદન્યાસનું ઉદાહરણ આ રીતે જાણવું. જંગલમાં પોતાની પાછળ પડેલા વાઘથી રક્ષણ મેળવવા દોડી રહેલા માણસના માર્ગમાં સળગતા અંગારાથી ભરેલી લાંબી-પહોળી ખાઈ આવે અને તેમાં વચ્ચે બે ત્રણ લાલચોળ તપેલા લોખંડના ગોળા હોય તે જોઈને ખુલ્લા પગવાળો તે માણસ ખાઈને ઓળંગવા વચ્ચે રહેલ લોખંડના ગોળા ઉપર જેમ કંપારી અને ધ્રૂજારીથી પગ મૂકે તે રીતે સમકિતી કાંપતા હ્રદયે સંસારના ભોગસુખ ભોગવે. . = सुखत्वेन * સાત્ત્વિક રાજસ સુખ વિચાર અન્ને યદ્વા॰ । અથવા તો આ શ્લોકની એવી પણ વ્યાખ્યા કરી શકાય કે યોગની પ્રાથમિક કક્ષામાં જે વિષયો ઉપરથી પરિણામે ઢગલાબંધ દુઃખને લાવનાર છે તેનું અગ્રતઃ = લૌકિક પ્રત્યક્ષથી સુખરૂપે ભાન થાય છે. આ સુખને અન્યદર્શનકારો રાજસ સુખ કહે છે. ભગવદ્ગીતામાં જણાવેલ છે કે > વિષયો અને ઈંદ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે પરંતુ પરિણામે ઝેર જેવું કાર્ય કરે તેને રાજસ સુખ કહેલું છે. — યોગસિદ્ધ પુરૂષને > “મારો અનાહારી સ્વભાવ છે, અને મારે =
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy