SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષપ્રકરણ 88 साम्यसमाधिपदार्थविचारः 88 ૩૪૦ कषायक्षयोपशमजन्यं साम्यं वर्तते एव तथापि तत्राप्रत्याख्यान-प्रत्याख्यानकषायक्षयोपशमविशेषलभ्यं साम्यं નાસ્તિ ! પ્રતે ૨ સાયન્સમાધાન્ટેન તવિક્ષતિિત ન વિરોધઃ | તૈન – જ્ઞાન-ધ્યાન-તપઃ૩૮सम्यक्त्वसहितोऽप्यहो । तं नाप्नोति गुणं साधुर्यं प्राप्नोति शमान्वितः ।। <- (६/५) इति ज्ञानसारवचनमपि व्याख्यातम्, शमस्य साम्यसमाधिस्वरूपस्यानन्तानुबन्ध्यप्रत्याख्यान-प्रत्याख्यानकषायक्षयोपशमविशेषप्राप्यस्याधिकृतत्वादिति भावनीयम् । विरतपदेन प्रकृते वीतमत्सरादिपापोऽप्यधस्तनसंयमस्थानवी परिपक्वात्मविज्ञानफलभूतसाम्यशून्यः साधुर्बोध्यः । तेन न कश्चित् विरोधः । → यदसाध्यं तपोनिष्ठेर्मुनिभिर्वीतमत्सरैः । तत्पदं प्राप्यते धीरैः चित्तप्रसरबन्धकैः ।। <-(२२/२५) इति ज्ञानार्णववचनमप्यत्रानुसन्धेयમા મમર્મજ્ઞઃ ૪/૪ ___ श्लोकाष्टकेन सोदाहरणम् साम्यप्रभावं स्तोतुकामः परिशुद्धसाम्ययोगारूढस्य दमदन्ताभिधानस्य મુનિવરેન્થસ્થ સ્તુતિ કરોતિ – દુર્યોધનેતિ | दुर्योधनेनाभिहतश्चुकोप, न, पाण्डवैर्यो न नुतो जहर्ष । स्तुमो भदन्तं दमदन्तमन्तःसमत्ववन्तं मुनिसत्तमं तम् ॥१५॥ જ્ઞાન, ધ્યાન, તપ, જપ, મૌન વગેરેથી જે ગુણ પ્રાપ્ત થાય છે તે નિરનુબંધ હોય છે. જ્યારે સમતાસમાધિથી પ્રાપ્ત થનાર આત્મગુણ સાનુબંધ હોવાના કારણે સર્વોત્કૃષ્ટ હોય છે. મોક્ષની પ્રાપ્તિ કરાવ્યા વિના સામ્યયોગીના ગુણો અટકતા નથી. જો કે સમ્યગદર્શન હોય ત્યારે અનંતાનુબંધી કષાયના ક્ષયોપશમથી પ્રાપ્ત થનાર સમતા હોય છે છતાં પણ તે સમકિતી પાસે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ કષાયના વિશિષ્ટ ક્ષયોપશમથી પ્રાપ્ત થનાર સમતા હોતી નથી. પ્રસ્તુતમાં તો સામ્યસમાધિ પદથી તેવો જ સામ્યયોગ વિવક્ષિત છે. માટે કોઈ વિરોધ આવતો નથી. આવું કહેવાથી > જ્ઞાન, ધ્યાન, તપ, શીલ, સમન્વથી યુક્ત એવો સાધુ તે ગુણને પ્રાપ્ત કરતો નથી જે ગુણને શમયુક્ત સાધુ પ્રાપ્ત કરે છે. <– આ પ્રમાણેના જ્ઞાનસારના વચનની પણ વ્યાખ્યા થઈ ગઈ, કારણ કે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાન કષાયના વિશિષ્ટ ક્ષયોપશમથી પ્રાપ્ત થનાર સામસમાધિ એ જ “શમ' શબ્દથી વિવક્ષિત છે. મૂળ ગાથામાં જે ‘વિરત’ શબ્દ છે તેનો અર્થ છે - “માત્સર્ય વગેરે પાપોથી અટકેલ હોવા છતાં પણ જે પ્રાથમિક કક્ષાની શુદ્ધિવાળા સંયમના અધ્યવસાય સ્થાનોમાં રહેવાના લીધે પરિપકવ આત્મવિજ્ઞાનના ફળ સ્વરૂપ પ્રશમભાવથી રહિત એવા સાધુ.” આવા વિરતિધરને તે ગુણ પ્રાપ્ત થતો નથી જે ગુણ મન ઉપર નિયંત્રણ મેળવીને પ્રશમભાવના સુખાસ્વાદને માણનાર યોગીઓ પ્રાપ્ત કરે છે. > મત્સરશૂન્ય, તપોનિષ્ઠ એવા મુનિ ભગવંતો જે પદને પ્રાપ્ત કરી શકતા નથી તે પદને તે ધીર યોગીઓ પ્રાપ્ત કરે છે કે જેમણે ચિત્તની ચંચળતા ઉપર વિજય મેળવેલ છે. – આ પ્રમાણે જ્ઞાનાર્ણવ ગ્રંથના વચનનું પણ આગમમર્મજ્ઞ પુરૂષોએ અહીં અનુસંધાન કરવું. (૪/૧૪) ઉદાહરણ સાથે આઠ શ્લોક દ્વારા સામ્યયોગના પ્રભાવની સ્તુતિ કરવાની ઈચ્છાવાળા ગ્રન્થકારશ્રી પરિશુદ્ધ સામ્યયોગમાં આરૂઢ થયેલ દમદત્ત નામના શ્રેષ્ઠ મુનિની સ્તુતિ કરે છે. લોકાર્ચ - દુર્યોધન વડે હણાયેલા જેણે ગુસ્સો ન કર્યો અને પાંડવો વડે સ્તુતિ કરાયેલા જે હર્ષ ન પામ્યા તે અંતરમાં સમભાવવાળા શ્રેષ્ઠ મુનિ ભગવંત દમદન્તની સ્તુતિ અમે કરીએ છીએ. (૪/૧૫) આ દમદન્ત મુનિના સમભાવને ઓળખીએ છે
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy