SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ नानादर्शनानुसारेण ज्ञान- क्रियासमुच्चयद्योतनम् ૩૧૦ वानेष ब्रह्मविदां वरिष्ठः ←← (३ / ४) इत्येवं ज्ञान - क्रियासाहित्यमभ्यर्हिततया श्रूयते । कूर्मपुराणेऽपि - → कर्मणा प्राप्यते धर्मो ज्ञानेन च न संशयः । तस्माज्ज्ञानेन सहितं कर्मयोगं समाश्रयेत् ॥ (१/ २-पृ.२८) कर्मणा सहिताज्ज्ञानांत् सम्यग् योगोऽभिजायते । ज्ञानञ्च कर्मसहितं जायते दोषवर्जितम् ।। ←(૨/૨૩) હ્યુમ્ । વિષ્ણુપુરાોપિ → तस्मात्तत्प्राप्तये यत्नः कर्तव्यः पण्डितैर्नरैः । तत्प्राप्तिहेतुर्विज्ञानं મેં પોરું મહામત્તે !!← ( ) इत्येवं ज्ञान - क्रिययोः समुच्चित्य मोक्षहेतुताssवेदिता विशेषावश्यकभाष्येऽपि हयं णाणं किरियाहीणं हया अन्नाणओ किरिया । पासंतो पंगुलो दड्डो धावमाणो अ अंधओ ||११५९ || संजोगसिद्धीइ फलं वयंति, न हु एगचक्केण रहो पयाई । अंधो य पंगू य वणे समिच्चा ते संपणट्ठा नगरं पविट्ठां ॥११६५ ॥ - इत्येवं मोक्षजनकतया ज्ञान-क्रियासंवेधः प्रदर्शितः । अन्यत्रापि ज्ञानं प्रधानं न तु कर्महीनं, कर्म प्रधानं न तु बुद्धिहीनम् । तस्माद् द्वयोरेव भवेत्प्रसिद्धिर्न ह्येकपक्षो विहगः प्रयाति ॥ < ( ) હ્યુમ્ । સ્વભૂમિશ્રાનુસારેળોવસર્નનાનુપસ (મોક્ષને) પામે છે. આ પ્રમાણે જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચય સૂચિત કરેલ છે. મુણ્ડકોપનિષમાં પણ > જે આત્મામાં ક્રીડા કરે છે, આત્મામાં જ આનંદ પામે છે, અને ક્રિયાનિષ્ઠ છે તે વ્યક્તિ બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ છે. — આ પ્રમાણે જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચય પ્રધાન છે એવું સંભળાય છે. કૂર્મપુરાણમાં પણ જણાવેલ છે કે —> ક્રિયા દ્વારા અને જ્ઞાન દ્વારા ધર્મ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ સંશય નથી. માટે જ્ઞાનસહિત ક્રિયાયોગનું સમ્યગ્ રીતે સેવન કરવું જોઈએ. ક્રિયાસહિત એવા જ્ઞાનથી સમ્યગ્ યોગ ઉત્પન્ન થાય છે અને ક્રિયાયુક્ત જ્ઞાન નિર્દોષ થાય છે. વિષ્ણુપુરાણમાં પણ > તેથી મોક્ષની પ્રાપ્તિ માટે પંડિત પુરૂષોએ પ્રયત્ન કરવો જોઈએ. હે મહાબુદ્ધિશાળી ! મોક્ષની પ્રાપ્તિના હેતુ તરીકે જ્ઞાન અને ક્રિયા કહેવાયેલ છે – – આ રીતે જ્ઞાન અને ક્રિયા બન્ને ભેગા થઈને મોક્ષનો હેતુ બને છે એવું જણાવેલ છે. વિશેષજ્ઞ॰ । વિશેષાવશ્યકભાષ્યમાં પણ જણાવેલ છે કે —> ક્રિયાશૂન્ય જ્ઞાન હણાયેલ છે, અને અજ્ઞાનના કારણે ક્રિયા હણાયેલી છે. આગના ભડકાને ચારે તરફ જોતો પાંગળો માણસ (ચાલવાની, ભાગવાની યોગ્યક્રિયા ન કરી શકવાના લીધે) બળી ગયો અને (‘“ક્યાં આગ લાગેલી છે ?’' એના યથાવસ્થિત બોધ વગર આમથી તેમ આડેધડ) દોડતો આંધળો પણ બળી ગયો. “જ્ઞાન અને ક્રિયાનો સંયોગ નિષ્પન્ન થાય તો ફળ પ્રાપ્ત થાય.” એમ યોગીઓ કહે છે. ખરેખર, એક ચક્રથી કાંઈ રથ ચાલતો નથી. આંધળો અને પાંગળો વનમાં ભેગા થઈને (આંધળાના ખભા ઉપર બેઠેલ પાંગળા પુરૂષના માર્ગદર્શન મુજબ) સમ્યક્ રીતે ભાગીને નગરમાં પ્રવેશ્યા. – આ રીતે મોક્ષના કારણરૂપે જ્ઞાન અને ક્રિયાનો સંવેધ બતાવેલ છે. કહેવાનો મતલબ એ છે કે પાંગળા પાસે માર્ગનું જ્ઞાન છે પણ ચાલવાની ક્રિયા નથી. આંધળા પાસે ચાલવાની ક્રિયા છે પણ માર્ગનું જ્ઞાન નથી. આથી બન્ને જો એકબીજાને સહકાર ન આપે તો જંગલમાં લાગેલ દાવાનળથી બચવું તેમના માટે શક્ય નથી. તેમ એકલી ક્રિયા કે શુષ્ક જ્ઞાનથી મોહરાજાની ભૂલભૂલામણીમાંથી છૂટીને સર્વકર્મમુક્ત થવું શક્ય નથી. બન્ને ભેગા થાય તો બન્ને પ્રધાન રીતે મોક્ષહેતુ છે. અન્યત્ર પણ જણાવેલ છે કે —> મોક્ષ પ્રત્યે જ્ઞાન પ્રધાન કારણ છે, પરંતુ ક્રિયાશૂન્ય જ્ઞાન નહિ. (અર્થાત્ ક્રિયાયુક્ત જ્ઞાન પ્રધાન કારણ છે.) અને ક્રિયા મોક્ષ પ્રત્યે પ્રધાન કારણ છે, પરંતુ જ્ઞાનહીન ક્રિયા નહિ. (અર્થાત્ જ્ઞાનયુક્ત ક્રિયા એ મોક્ષનું પ્રધાન કારણ છે.) માટે જ્ઞાન અને ક્રિયા બન્નેથી જ પ્રકૃષ્ટસિદ્ધિ = મોક્ષ થાય છે. ખરેખર, એક પાંખથી કાંઈ પંખી આકાશમાં ઉડતું નથી. —પોતાની ભૂમિકાને અનુસારે જ્ઞાન-ક્રિયામાં ગૌણપ્રધાન ભાવ તો સ્વીકારાય જ છે. અધ્યાત્મસાર - -
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy