SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ ॐ ज्ञानकर्मसमुच्चयपक्षस्थापनम् प्रतियोगि-विजातीयादृष्टध्वंसे सति क्रियैकनाश्यकमघक्षयार्थं = क्रियामात्रजन्यनाशप्रतियोग्यदृष्टविशेषवृन्दविनाशाय ज्ञानिनः = તત્ત્વજ્ઞાનિન: વિસા = क्रिया युज्यते = उपयुज्यते इति सिद्धम् । ज्ञाननाश्यकर्मक्षयार्थं यथा ज्ञानमुपयुज्यते तथा क्रियानाश्यकर्मक्षयार्थं क्रियोपयुज्यते इति भावः ॥ ३/३३॥ ननु तर्हि सर्वकर्मक्षयार्थं किमुपयुज्यते ? इत्याशङ्कायामाह 'सर्वे 'ति । सर्वकर्मक्षये ज्ञानकर्मणोस्तत्समुच्चयः । अन्योऽन्यप्रतिबन्धेन तथा चोक्तं परैरपि ॥ ३४ ॥ तत् तस्मात् कारणात् = ज्ञानस्येव क्रियाया अपि कर्मविशेषनाशकत्वात् सर्वकर्मक्षये कृत्स्नकर्मक्षयं प्रति अन्योऽन्यप्रतिबन्धेन मिथोऽनुवेधेन ज्ञान - कर्मणोः तत्त्वज्ञान-सत्क्रिययोः સમુચ્ચય: = समुदायः उपयुज्यते । तदुक्तं नयामृततरङ्गिण्यांपुष्टि - शुद्धयनुबन्धद्वारा ज्ञान - कर्मणोर्मुक्तौ तुल्यवदेव हेतुतया समुच्चयपक्ष एवानाविल: <- (नयोपदेशवृत्ति पृ. १०२ ) इति । स्याद्वादरहस्येऽपि → ज्ञान-कर्मणोः समुच्चित्य मोक्षकारणत्वात् । नन्विदमसिद्धम्, योगनिरोधरूपकर्मण एव साक्षात् हेतुत्वात्, तत्त्वज्ञानस्य तु पूर्वमपि सत्त्वादिति चेत् ? न, न हि समकालोत्पत्तिकत्वेन समुच्चयः, अपि तु परस्पर = = ૩૦૮ = 12 = ટીકાર્થ :- તત્ત્વજ્ઞાન દ્વારા સર્વ કર્મ નાશ પામતા નથી, પરંતુ અષ્ટવિશેષ જ = વિજાતીય અદૃષ્ટ જ નાશ પામે છે. તેવું હોવાના કારણે તત્ત્વજ્ઞાનથી નાશ પામનાર વિજાતીય અદૃષ્ટનો નાશ થઈ જાય ત્યારે કેવળ ક્રિયાથી જ નાશ પામે તેવા વિલક્ષણ કર્મના ઢગલાઓના નાશ માટે તત્ત્વજ્ઞાનીને પણ શાસ્ત્રોક્ત ક્રિયા ઉપયોગી છે - તેમ સિદ્ધ થાય છે. કહેવાનો ભાવ એ છે કે જ્ઞાનથી નાશ પામે તેવા કર્મના ક્ષય માટે જેમ જ્ઞાન જરૂરી છે તેમ ક્રિયાથી નાશ પામે તેવા કર્મોના ક્ષય માટે ક્રિયા ઉપયોગી છે. (3/33) અમુક કર્મ જ્ઞાનથી નાશ પામે અને અમુક કર્મ ક્રિયાથી નાશ પામે તો પછી સર્વ કર્મના ક્ષય માટે શું ઉપયોગી છે ? આવી જિજ્ઞાસાનું શમન કરવા ગ્રંથકારશ્રી ફરમાવે છે કે શ્લોકાર્થ :- તેથી સર્વ કર્મના ક્ષય માટે અન્યોન્ય અનુવેધથી જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચય ઉપયોગી છે. અન્યદર્શનકારોએ પણ તે પ્રમાણે જણાવેલ છે. (3/૩૪) જ્ઞાન-ક્રિયાસમુચ્ચયથી મોક્ષ ઢીકાર્થ :- જ્ઞાનની જેમ ક્રિયા પણ કર્મનો નાશ કરે છે. તેથી સર્વ કર્મના નાશ માટે પરસ્પર અનુવિદ્ધ એવો તત્ત્વજ્ઞાન અને સક્રિયાનો સમુચ્ચય ઉપયોગી છે. નયોપદેશની નયામૃતતરંગિણી ટીકામાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જ જણાવેલ છે કે —> પુષ્ટિ અને શુદ્ધિના અનુબંધ દ્વારા જ્ઞાન અને ક્રિયા મોક્ષ પ્રત્યે સમાન રીતે હેતુ હોવાના કારણે સમુચ્ચય પક્ષ જ નિર્દોષ છે. — મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે —> જ્ઞાન અને ક્રિયા પરસ્પર સમુચ્ચિત થઈને મોક્ષનું કારણ છે. અહીં એવી શંકા થાય કે “યોગનિરોધ સ્વરૂપ ક્રિયા એ જ મોક્ષનો સાક્ષાત્ હેતુ છે, કારણ કે તેની પ્રાપ્તિ પછી તુરત આત્માનો મોક્ષ થાય છે. તત્ત્વજ્ઞાન તો તેની પૂર્વે (૧૩ મા ગુણઠાણે) પણ હોય છે. છતાં તેટલા માત્રથી મોક્ષ થતો નથી. આથી સમુચ્ચિત જ્ઞાન-ક્રિયા મોક્ષનું કારણ છે એ વાત અસિદ્ધ છે.'' તો આ શંકાનું સમાધાન એ છે કે જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચય સમકાલીન ઉત્પત્તિ રૂપે નહિ, પરંતુ પરસ્પરના સહકાર માત્રથી મોક્ષ પ્રત્યે કારણ છે. — કહેવાનો આશય એ છે કે જ્ઞાન અને ક્રિયાની ઉત્પત્તિને સમાનકાલીન મોક્ષ અથવા
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy