SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ અધ્યાત્મોપનિષત્પકરણ 488 निरुपादानदेहकालनियमविचारः 88 नाशाऽव्यवहितपूर्वक्षणवर्ती पटनाशकविरहः नैव दुर्वचः = दुरुपपादः । तन्तुनाशाऽव्यवहितोत्तरक्षणे त्ववश्यं पटो नश्येत्, तदव्यवहितपूर्वक्षणे स्वनाशकसमवधानात् । इत्थञ्च निरुपादानं कार्यं क्षणमेकमवतिष्ठते नैयायिकराद्धान्तेनेति स्पष्टमेव । किन्तु अत्र च = 'निरुपादानं तत्त्वज्ञानिशरीरं चिरकालमवतिष्ठते' इत्यत्र हि वेदान्तिनये सः = निरुपादान-ज्ञानिदेहाऽनाशोपपादकस्तनाशकविरहः दुर्वचः = दुर्निर्वचनीयः । अतः 'तत्त्वज्ञानिनोऽदृष्टं नास्ति तथापि तच्छरीरं चिरकालमवतिष्ठत' इति वेदान्तिमतमश्रद्धेयम्, युक्तिवैकल्यादिति તાપૂર્વમ્ રૂ/૨૮ ननूक्तमेवाऽस्माभिर्वेदान्तिभिः यदुत 'तत्त्वज्ञानिनोऽदृष्टविरहेऽपि शिष्याद्यदृष्टवशेन तच्छरीरं न पतती'ति इति चेत ? सत्यमक्तम. किन्त्वसत्यमक्तमित्याशयेन ग्रन्थकदाह -> 'अन्येति । તંતુનાશ પટમાં રહી શકે છે. અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે કાર્યતાઅવચ્છેદકસંબંધમાં રહેલ “સ્વ' શબ્દથી કાર્યનું ગ્રહણ કરવું. અને કારણતાઅવચ્છેદકસંબંધમાં રહેલ “સ્વ” શબ્દથી કારણનું ગ્રહણ કરવું. કાર્યતાઅવચ્છેદકસંબંધથી કાર્યના અધિકરણરૂપે જે અભિમત હોય તેમાં કાર્યની અવ્યવહિત પૂર્વ ક્ષણે કારણ અવશ્ય રહે. જો તેમ ન હોય તો તે કારણ જ ન કહેવાય. તેથી પ્રસ્તુતમાં પટનાશની ઉત્પત્તિ માટે પટનાશની અવ્યવહિત પૂર્વેક્ષણે પટનાશનો હેતુ એવો તંતુનાશ જરૂર અપેક્ષિત બને છે. તંતુનાશ ન થાય તો પટનાશ થઈ જ ન શકે. તેથી જે સમયે તંતુનો નાશ ઉત્પન્ન થાય છે તે જ સમયે પટનો નાશ કેવી રીતે ઉત્પન્ન થઈ શકે? કારણ કે ન્યાયદર્શનમાં સમાનકાલીન પદાર્થો વચ્ચે કાર્યકારણભાવ માનવામાં આવતો નથી. ઉપરોક્ત નાશ્ય-નાશકભાવ સિવાય બીજી કોઈ પણ રીતે નાશ્વ-નાશક ભાવ માની શકાતો નથી. જો તંતુનાશની અવ્યવહિત પૂર્વ ક્ષણે જ પટનો નાશ કરનાર અન્ય કોઈ વસ્તુ અવશ્ય ઉપસ્થિત થાય તો જે સમયે તંતુનો નાશ ઉત્પન્ન થાય છે તે જ ક્ષણે પટનો નાશ પણ ઉત્પન્ન થઈ શકે, અને આવું બને તો ઉપાદાનકારની ગેરહાજરીમાં કાર્યના અસ્તિત્વનો પ્રતિકાર કરી શકાય. પરંતુ તેવું નથી. કારણ કે જે સમયે તંતુનો નાશ થાય છે તેની પૂર્વ ક્ષણે પટનો નાશ કરનાર અન્ય કોઈ પણ ચીજ અવશ્ય ઉપસ્થિત થતી નથી. આથી તંતુનો નાશ થાય તે ક્ષણે પટનો નાશ થઈ શકતો નથી. આ રીતે તંતુનાશની અવ્યવહિતપૂર્વ ક્ષાગમાં પટના નાશકની ગેરહાજરી તૈયાયિકમતમાં જણાવી શકાય તેવી છે. અને તે જ તંતુનાશની ક્ષણે પટનો નાશ ન થવાનું સમર્થન કરે છે. તંતુનો નાશ થયા પછીની અવ્યવહિત ઉત્તરક્ષણે તો પટનો અવશ્ય નાશ થાય. દા.ત. ચોથી ક્ષણે તતનો નાશ થાય તો પાંચમી ક્ષણે પટનો નાશ અવશ્ય થાય. કારણ કે પટનો નાશક એવો તંતુનાશ ચોથી ક્ષણે ઉપસ્થિત છે. આમ નેયાયિક સિદ્ધાંતથી સ્પષ્ટ જ છે કે ઉપાદાન કારણની ગેરહાજરીમાં કાર્ય માત્ર એક જ ક્ષણ ટકી શકે. પરંતુ “ઉપાદાનકારણ વિના તત્ત્વજ્ઞાનીનું શરીર ચિરકાળ સુધી ટકી રહે છે.” - આ પ્રમાણે વેદાંતીની માન્યતા સ્વીકારી શકાય તેમ નથી. કારણ કે તેમાં નિરુપાદાન એવો તત્ત્વજ્ઞાનીનો દેહ નાશ ન પામે - તેનું સમર્થન કરે તેવો જ્ઞાનીદેહનાશકવિરહ શબ્દ દ્વારા બતાવવો મુશ્કેલ છે. આથી “તત્ત્વજ્ઞાનીને અદટ નથી, કારણ કે તત્ત્વજ્ઞાન દ્વારા અદષ્ટ નષ્ટ થયેલ છે છતાં પણ તત્ત્વજ્ઞાનીનો દેહ લાંબો સમય ટકી શકે છે.' - આવો વેદાંતીમત વિશ્વાસ કરવા યોગ્ય નથી. કારણ કે તેના સ્વીકારમાં કોઈ યુક્તિ રહેલી નથી. આવું ગ્રંથકારશ્રીનું તાત્પર્ય છે. (૩/૨૮) વેદાતી :- અમે તો કહી જ દીધું છે કે “તત્ત્વજ્ઞાનીને અદટ ન હોવા છતાં પણ શિષ્ય વગેરેના અદટના બળથી તત્ત્વજ્ઞાનીનું શરીર પડી ભાંગતું નથી.' સ્થાપ્નાદી :- “એ વાત સાચી છે કે તમે કીધું છે'' પણ તમે અસત્ય વાત જણાવી છે. આ વાતને
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy